ખેડૂતો સાવધાન!

માવઠાની આગાહી વચ્ચે સરકારની નવી ગાઈડલાઈન જાહેર

ખેડૂતો સાવધાન! માવઠાની આગાહી વચ્ચે સરકારની નવી ગાઈડલાઈન જાહેર, પાક બચાવવા આટલું ખાસ કરજો 1 - image

રાજ્યમાં ફરી એકવાર માવઠાની આફત તોળાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ગુજરાત સરકારનો કૃષિ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. ૧ જાન્યુઆરી – ૨૦૨૬ સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાને જોતા ખેડૂતોને પાક રક્ષણ માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ખેડૂતો માટે કૃષિ વિભાગની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા

કાપણી કરેલ પાકને સુરક્ષિત કરો: ખેતરમાં જે પાકની કાપણી થઈ ગઈ હોય તેને તાત્કાલિક સલામત સ્થળે અથવા ગોડાઉનમાં ખસેડવો.

તાડપત્રીનો ઉપયોગ: જો પાક ખુલ્લામાં હોય તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી વ્યવસ્થિત ઢાંકવો. ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવવો જેથી વરસાદનું પાણી અનાજ નીચે ન ઘૂસે.

ખાતર-બિયારણની સાચવણી: વાવણી કે ખેતીકામ માટે રાખેલ ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તેની તકેદારી રાખવી.

દવાનો છંટકાવ ટાળવો: વરસાદી માહોલ હોવાથી આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ ન કરવો, અન્યથા દવાનો ધોવાણ થતા ખર્ચ માથે પડી શકે છે.

Light to moderate rain likely in Amreli district till May 20, farmers  advised to be careful | હવામાન વિભાગની ચેતવણી: અમરેલી જિલ્લામાં 20 મે સુધી  હળવાથી મધ્યમ વરસાદની શક્યતા ...

માત્ર ખેતર જ નહીં, પણ બજાર સમિતિઓમાં પણ નુકસાન ન થાય તે માટે સૂચના અપાઈ છે. એપીએમસી માં રહેલો અનાજનો જથ્થો શેડ નીચે રાખવો અથવા તાડપત્રીથી ઢાંકી દેવો. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી આ દિવસો દરમિયાન વેચાણ અર્થે જણસ લાવવાનું ટાળવું અથવા સંપૂર્ણ સુરક્ષા સાથે લાવવી.

2026 Happy New Year Sticker - 2026 Happy new year 2026 happy new year -  Discover & Share GIFs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *