ગુજરાતના ડીજીપી વિકાસ સહાયનું એક્ટેન્શન પૂર્ણ થતાં આજે તેઓ નિવૃત્ત થયા છે.
ત્યારે ડૉ કે.એલ.એન. રાવને ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી બનાવાયા છે. હાલ કે. એલ.એન.રાવ સીઆઈડી ક્રાઈમમાં કાર્યરત છે.

ડો.કે.એલ.એન. રાવ ૧૯૯૨ ની બેંચના આઈપીએસ અધિકારી છે તેમજ નિવૃત્તિને ૨૨ મહિનાનો સમય બાકી છે ત્યારે તેમણે ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી ની જવાબદારી સોંપવામાં આવી છે.


