વેનેઝુએલાના પદભ્રષ્ટ પ્રમુખ માદુરો: ‘હું નિર્દોષ છું, મેં કોઈ ગુનો નથી કર્યો’

I'm a prisoner of war, defiant Nicolás Maduro tells US court

વેનેઝુએલાના પદભ્રષ્ટ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો(૬૩ વર્ષ)ને સોમવારે (૫ જાન્યુઆરી) મેનહટનની કોર્ટમાં રજૂ કરાયા હતા.

Nicolas Maduro tells judge 'I am innocent' in New York court hearing | News  World | Metro News

જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ ભૂરા રંગના કેદીના કેપડા અને જૂતામાં નજરે પડ્યા. તેઓ લંગડાતા નજરે આવી રહ્યા છે. તેમની સાથે તેમના પત્ની પણ ચાલતા જોવા મળ્યા. તેમને પણ કસ્ટડીમાં રખાયા છે. મુદારોને હેલિકોપ્ટરથી મેનહટનની કોર્ટ નજીક લવાયા અને ત્યાંથી બખ્તરબંધ વાહનમાં સ્થાનાંતરિત કરાયા.

I'm a prisoner of war, defiant Nicolás Maduro tells US court

વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોએ કોર્ટમાં પોતાને દોષિત ન ગણાવ્યા. તેમણે કહ્યું, ‘હું નિર્દોષ છું, હું હજુ પણ મારા દેશનો રાષ્ટ્રપ્રમુખ છું.” ન્યાયાધીશ એલ્વિન હેલરસ્ટીને તેમના નિવેદન દરમિયાન તેમને અટકાવ્યા. માદુરોએ કહ્યું કે, તેમણે આરોપપત્ર જોયું છે પરંતુ તેને સંપૂર્ણપણે વાંચ્યું નથી અને તેમના વકીલ સાથે ફક્ત આંશિક રીતે ચર્ચા કરી છે.

Maduro pleads ‘not guilty’ in US court appearance

નિકોલસ માદુરોની “દોષિત નથી” ની અરજી બાદ ન્યાયાધીશે તેમની પત્ની સિલિયા ફ્લોરેસને તેમની ઓળખ અને કાનૂની પ્રતિનિધિત્વની પુષ્ટિ કરવા કહ્યું. અનુવાદક દ્વારા બોલતા ફ્લોરેસે પણ આરોપોને નકારી કાઢ્યા. તેણે કહ્યું કે, ‘હું સંપૂર્ણપણે નિર્દોષ છું.’ કોર્ટે બંને અરજીઓ સત્તાવાર રેકોર્ડમાં નોંધી.

Maduro says 'I was captured' as he pleads not guilty on drug trafficking  charges

માદુરોની સુનાવણી દરમિયાન મેનહટન કોર્ટની આસપાસ સુરક્ષા વધારી દેવાઈ છે. આસપાસના વિસ્તારોમાં જબરદસ્ત રીતે બેરિકેડિંગ કરાયું છે. મુખ્ય પ્રવેશ દ્વાર પર જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવાઈ છે. આ સિવાય પેટ્રોલિંગ વાળા વિસ્તારોમાં પોલીસ અધિકારીઓની તૈનાતી કરાઈ છે.

Defiant Maduro fumes he's 'still president' & a 'prisoner of war' as tyrant  appears in court & Venezuela 'replaces' him

માદુરોને ન્યૂયોર્કના બ્રુકલિનની જેલમાં રખાયા છે, તેઓ લાંબા સમયથી ગંભીર અવ્યવસ્થાને લઈને ચર્ચામાં રહ્યા છે. પરિસ્થિતિ એવી રહી છે કે કેટલાક જજોએ ત્યાં આરોપીઓને મોકલવાથી ઇનકાર કર્યો છે. જોકે, આ જેલમાં સંગીતકાર આર.કેલી અને સીન ડિડી કોમ્બ્સ જેવા ચર્ચિત કેદી પણ રહી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *