અમદાવાદના દાણીલીમડામાં શાહઆલમ નજીક અસામાજિક તત્વો આતંક મચાવ્યો છે. બ્યુટી પાર્લર નજીક ન બેસવા અને બુમાબુમ અંગે ઠપકો આપતા તોડફોડ કરી છે.

અમદાવાદ દાણીલીમડામાં શાહઆમલ નજીક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. બ્યુટી પાર્લર નજીક ન બેસવા અને બુમાબુમ અંગે ઠપકો આપતા તોડફોડ કરી હતી. અસામાજીક તત્વોએ બ્યુટી પાર્લરમાં તોડફોડ કરી છે. સમગ્ર ઘટનામાં ૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. શેફઅલી નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી. દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અસામાજિક તત્વો દ્વારા કરેલ હુમલામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા. જેઓને તાત્કાલીક સારવાર અર્થે ઈમરજન્સી ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ દાણીલીમડામાં શાહઆલમ નજીક આવેલ બ્યુટીપાર્લર પાસે કેટલાક અસામાજિક તત્વોને ઠપકો આપતા અસામાજિક તત્વો દ્વારા લાકડીઓથી હુમલો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ પરિસ્થિતિ થાળે પાડી હતી. પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા જોતા સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.