કાનમાં મેલ જમા થઇ ગયો છે?

કાન સાફ રાખવા જરૂરી છે. કાનમાં મેલ જમા થવાથી ખંજવાળ અને ઓછું સાંભળવું અને કાનમાં ભારેપણું જેવું લાગે છે. કાનમાં સમસ્યા હોય તો ડોક્ટર પાસે જ જવું જોઇએ. પરંતું જો તમને કોઇ સમસ્યા નથી અને ઘરે કાન સાફ કરવા માંગો છો, તો તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવી જોઈએ.

કાનના પડદામાં નાની ગ્રંથીઓ હોય છે જેને સેર્યુમિનસ કહેવાય છે. આ ગ્રંથીઓ તેલ ઉત્પન્ન કરે છે, જે કાનની નહેરને લુબ્રિકેટ અને રક્ષણ આપે છે.

કાન શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. શરીરના અન્ય અંગોની જેમ કાન સાફ રાખવા જરૂરી છે.  શિયાળામાં, આછા પીળાથી ભૂરા મીણ જેવા દેખાતા ગંદકી ઘણીવાર કાનમાં જમા થાય છે. મેલ જમા થવો એ તબીબી સમસ્યા નથી, જ્યાં સુધી તે કોઈ લક્ષણોનું કારણ ન બને. ઘણી વખત તેનાથી કાનમાં દુખાવો, કાનથી સાંભળવાની સમસ્યા, કાનમાં ભણકારા થવાની સમસ્યા થઈ શકે છે. કેટલીકવાર ચેપ પણ લાગી શકે છે. કાનમાં કંઇક ભરાયેલું હોવાનો અનુભવ થાય છે.

જો તમને લાગે છે કે તમારા કાનમાં ખૂબ જ મેલ જમા થઈ ગયો છે, તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને તમારા કાન સાફ કરાવો.

ધૂળવાળી જગ્યાએ કામ કરતા લોકોને આ સમસ્યા વધુ હોઈ શકે છે. કોઈપણ પ્રકારની સમસ્યાના કિસ્સામાં તમારે કાન, નાક અને ગળા (ઇએનટી) નિષ્ણાંતનો સંપર્ક કરવો જોઈએ. પરંતુ જો કોઈ દુખાવો કે અગવડતા ન હોય, તો તમે તેને ઘરે કાળજીપૂર્વક સાફ કરી શકો છો. આ માટે, તમારે જાણવું જોઈએ કે કાનનો મેલ સાફ કરવાની સલામત રીત શું છે, તેમજ શું કાળજી લેવી જોઈએ.

How to Remove Ear Wax at Home | How to clean ears at home | કાનમાં જામેલો  મેલ સાફ કરવાની રીત

કાનનો મેલ સાફ કરવાની સરળ રીત

ઘરમાં ઇયરબડ્સ અથવા કોઈ પણ ચીજ વડે કાનનો મેલ સાફ કાઢતી વખતે, ઘણી વખત તે બહાર આવવાને બદલે અંદર જાય છે. આવી સ્થિતિમાં, તમારે કાનનો મેલ સાફ કરતી વખતે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કાનમાં જમા થયેલી ગંદકીને દૂર કરવા માટે તમારે ડોક્ટરની સલાહ અનુસાર કાનના ટીપાં લાવવા જોઈએ. 

કાનમાં વધારે મેલ જામી ગયો છે? ઘરે જ સાફ કરવા અજમાવો આ દેશી નુસખો; નીકળી જશે  બધી ગંદકી -how to remove ear wax naturally at home try these 5 home easy way

કાનનો મેલ કેટલીકવાર કાનની અંદર ઊંડે જમા થાય છે. આ કિસ્સામાં, કાનના અંદરના ભાગમાં ચોંટેલો હોવાથી તે સાફ કરવામાં મુશ્કેલી પડી શકે છે. આવી સ્થિતિમાં ઇયર ડ્રોપ વડે કાનનો મેલ સાફ કરવામાં મદદ મળે છે.

કાનમાં બહુ મેલ જામી ગયો હોય તો સાફ કરવા અપનાવો આ દેશી નુસખો, આપોઆપ નીકળી  જશે બધી ગંદકી- home remedy to remove ear wax naturally and safe at home kan  ki gandagi

ઘરે કાન સાફ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

Why you shouldn't use Q-Tips to clean out earwax — and what you should do  instead

જો તમે ઘરમાં કાન સાફ કરો છો, તો બહુ ઉતાવળ કરવાની જરૂર નથી. જો તમે તમારા કાનમાં જિદ્દી મેલ જમા ન થાય તો રોજિંદા જીવનમાં કેટલીક સારી આદતો મૂકો. આમ કરવાથી તમારા કાનમાં વધારે મેલ જમા નહીં થાય. આ માટે દરરોજ નહાયા બાદ ટુવાલની કિનારી વડે કાન સાફ કરી લો. ટુવાલની કિનારને કાનની અંદર ફેરવો. સ્નાન કર્યા પછી, મેલ નરમ થઈ જાય છે જે સરળતાથી બહાર આવી શકે છે. આ સાથે જ તમારે સ્નાન કર્યા પછી ભીના કપડાથી કાન સાફ કરવો જોઈએ.

Disclaimer : આ લેખમાં વિશ્વ સમાચાર એ આપેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે નિષ્ણાતની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *