ગુજરાતના અમદાવાદમાં શાનદાર રીતે ઉત્તરાયણનો ઉત્સવ ઉજવાય છે. જેમાં પતંગ રસિકો સવારથી આજે ધાબા પર ચઢી ગયા હતા. જેમાં સવારે સારો પવન નહતો પરંતુ બપોર બાદ પવન થોડ્યો વધ્યો હતો. ત્યાર બાદ સાંજ પડતા જ અમદાવાદના અનેક વિસ્તારોમાં ફટાકડા ફોડાયા હતા. અને આકાશમાં શાનદાર આતીશબાજી થઇ હતી.આમ સાંજે અમદાવાદમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.

ઉત્તરાયણના પર્વને લઇ અમદાવાદીઓ ખુબ એક્સાઈટેડ હતા પરંતુપવનની ગતિનો સાથ નહતો આપ્યો તેમ છતાં પણ લોકોમાં ઉત્સાહમાં કોઈ ઘટાડો નહતો થયો. જેમાં લોકો સવારથી ધાબા પર ચઢ્યા છતાં પવન ન હોવાને લીધે થોડા નિરાશ થયા હતા. લોકોનું કેહવું છે કે, આ વખતની ઉત્તરાયણ અગાઉ જેવી લાગતી નહતી. પરંતુ લોકોએ પરિવાર અને મિત્રો સાથે મસાલેદાર ઊંધિયું, જલેબી અને ફ્રુટ સલાડ જેવી વાનગીઓનો આનંદ માણ્યો હતો.

ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં સાંજ પડી ત્યારે લોકોએ ફટાકડા ફોડીને સેલિબ્રેશન કર્યું હતું. જેમાં લોકોએ રોકેટ,સ્કાય શૉટ ફોડ્યા હતા. આ સાથે ધાબા પર અનેક લોકો મ્યુજિક સીસ્ટમ પર વાગતા સોંગ પર ગરબા ગાતા પણ જોવા મળ્યા હતા.

એક તરફ લોકો ધાબા પર ગરબા ગઈ રહ્યા હતા તો બીજી તરફ આકાશમાં ફટાકડા ફૂટી રહ્યા હતા. આથી અમદાવાદના ધાબા પર ઉત્તરાયણ, દિવાળી અને નવરાત્રી એમ ત્રણેય તહેવારનો નજારો એક સાથે જોવા મળ્યો હતો. આમ અમદાવાદીઓએ ઉમળકાભેર ઉત્તરાયણના તહેવારને અલવિદા કહ્યો હતો.
