મહારાષ્ટ્રની નગરપાલિકાની ચૂંટણીમાં સત્તા મેળવવા માટે ભાજપ, શિવસેના (એકનાથ શિંદે), યુબીટી (ઉદ્ધવ ઠાકરે), અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી), શરદ પવાર એનસીપી, મનસે, કોંગ્રેસ સહિત અન્ય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે મતદારો પણ પોતાનો મતદાન કરશે. આજે અમે તમને દરેક શહેરની પળેપળની વિગતો આપીશું.

ઉદ્ધવ ઠાકરેએ પરિવાર સાથે કર્યું મતદાન

મુંબઈ: નવ વર્ષ બાદ યોજાઈ રહેલી પાલિકાની ચૂંટણીમાં શિવસેના (UBT) ના ઉદ્ધવ ઠાકરે સપરિવાર મતદાન કરવા મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. આ સમયે તેમની સાથે પત્ની રશ્મિ ઠાકરે અને બંને પુત્ર આદિત્ય ઠાકરે તેમ જ તેજસ ઠાકરે પણ જોવા મળ્યા હતા. દરમિયાન ઉદ્ધવ ઠાકરેના જૂથ દ્વારા માર્કરથી લગાવવામાં આવેલી ઈન્ક ભૂંસાઈ જતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

માર્કર પેન મુદ્દે ચૂંટણી પંચની સ્પષ્ટતા

આ વખતની ચૂંટણીમાં માર્કર પેનથી સહી લગાવવાનો મતદારોમાં નારાજગી. યુબીટીના નેતાઓએ પ્રશાસન વિરુદ્ધ વ્યક્ત કરી નારાજગી. લોકો કોઈ દુરૂપયોગ કરે નહીં એના માટે કાર્યકરોને સતર્ક રહેવાની કરી અપીલ. જોકે આ મામલે ચૂંટણી પંચે જવાબ આપ્યો છે કે માર્કર પેનનો ઉપયોગ ૨૦૧૨ થી કરવામાં આવે છે.

દરેક વોટ કિંમતી છે, મતદાન કરવા પહોંચ્યા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
![]()
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મતદાતાઓને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કર્યા બાદ પરિવાર સાથે પહોંચ્યા મતદાન કરવા. નાગરિકોને મતદાન કરવાની અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે દરેક વોટ કિંમતી છે અને મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવામાં તમારું યોગદાન આપો.

બાંદ્રા ખાતે સલીમ ખાને પરિવાર સાથે કર્યું મતદાન
મુંબઈ મહાનગર પાલિકાની યોજાઈ રહેલી ચૂંટણીમાં મતદાન કરવા પહોંચ્યા બોલિવૂડના જાણીતા રાઈટર સલીમ ખાન. બાંદ્રાના માઉન્ટ મેરી સેન્ટર પર સલીમ ખાન સાથે તેમના બંને દીકરા અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ મતદાનની ફરજ બજાવવા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા.
આંગળી પરની શાહી ભૂંસાવા અને માર્કર પેન અંગે બીએમસી કમિશનરનો ખુલાસો

મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી દરમિયાન અને મતદાર કેન્દ્ર પર મતદાતાઓની આંગળી પર ઈન્કને બદલે માર્કરથી નિશાન કરવામાં આવતા મતદારોમાં નારાજગી જોવા મળી રહી છે દરમિયાન મુંબઈ મહાનગર પાલિકાના કમિશનરે આંગળી પરની શાહી ભૂંસાઈ જતી હોવાનું અને માર્કર ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી હોવાની સ્પષ્ટતા આપતા અહેવાલો વહેતા થતાં જ પાલિકા દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે પાલિકા કમિશનરે આવું કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી અને પ્રસાર માધ્યમોના અહેવાલોમાં કોઈ તથ્ય નથી.
મુંબઈ કરતા થાણેમાં વધુ મતદાન

પાલિકાની ચૂંટણીમાં મુંબઈ અને થાણેમાં મતદાન કરવામાં મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ. મુંબઈમાં સવારે ૦૯:૩૦ વાગ્યા સુધીમાં ૦૬:૯૮ % અને થાણેમાં ૦૭:૩૦ વાગ્યાથી ૦૯:૩૦ વાગ્યા સુધીમાં ૮ % થયું મતદાન.
હેમા માલિનીએ મુંબઈમાં કર્યું મતદાન: નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં બહાર આવવા કરી અપીલ

મુંબઈમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બીજેપી સાંસદ હેમા માલિનીએ જુહુ સ્થિત મતદાન કેન્દ્ર પર વહેલી સવારે પોતાનો વોટ આપ્યો હતો. દેશના જવાબદાર નાગરિક તરીકે મત આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. હેમા માલિનીએ જણાવ્યું હતું કે, મતદાન કરવું એ માત્ર એક અધિકાર નથી, પરંતુ દેશના ભવિષ્યને આકાર આપવાની એક પવિત્ર ફરજ છે. તેમણે કહ્યું કે, મેં મારી ફરજ બજાવી છે, હવે તમારી વારો છે. તેમણે ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કવિ અને ગીતકાર ગુલઝારએ મતદાન કર્યું

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. કવિ અને ગીતકાર ગુલઝારએ પણ BMC ચૂંટણીમાં મતદાન કર્યું. મતદાન કર્યા પછી મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, “હું હંમેશા લોકોને મતદાનના અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. જો તમે મતદાન નહીં કરો, તો તમે ફરિયાદ કરવાનો અધિકાર ગુમાવો છો. પ્રવાસ પર હોવા છતાં, મેં મતદાન માટે સમય કાઢ્યો.”
મુંબઈમાં ૨ કલાકમાં ૦૬.૯૮ % મતદાન

મુંબઈમાં મતદાન કરવા માટે નેતાઓની સાથે મોટી સંખ્યામાં ફિલ્મી કલાકારો મતદાન કરવા ઉમટ્યા. મુંબઈમાં પહેલા બે કલાકમાં ૬.૯૮ % મતદાન થયું હતું. અનેક મતદાન કેન્દ્રો પણ મતદારોની આંગળી પણ ઈન્કને બદલે માર્કરનો ઉપયોગ કરવામાં આવતા મતદાતાઓમાં નારાજગી જોવા મળી હતી.
નાના પાટેકર, સચિન તેડુંલકરે કર્યું મતદાન

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં નગરપાલિકાની ચૂંટણી માટે એક્ટર અને ક્રિકેટર મતદાન કરવા પહોંચી રહ્યા છે. નાના પાટેકરે મતદાન કર્યા બાદ કહ્યું કે, “વોટ કરવું એ મારી હયાતીની નિશાની છે. કૃપયા દરેકે મતદાન અવશ્ય કરવું જોઈએ.” સચિન તેડુંલકરે મતદાન કર્યા બાદ કહ્યું કે, “આ એક એવી તક છે, જ્યાં તમે મતદાન દ્વારા પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. દરેક વ્યક્તિએ મતદાન અવશ્ય કરવું જોઈએ. મતદાન કરવું દરેક માટે મહત્ત્વપૂર્ણ છે.”