ડાક વિભાગમાં ભરતી

સરકારી નોકરીની રાહ જોઈ રહેલા હજારો યુવાનો માટે નવા વર્ષના પ્રારંભે ખુશખબર આવી છે. ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવક (GDS) હેઠળ ૨૮,૦૦૦ થી વધુ પદો માટે ભરતીની જાહેરાત કરી છે. ઈન્ડિયા પોસ્ટ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, આ ભરતી પ્રક્રિયા જાન્યુઆરી ૨૦૨૬ થી શરૂ થવા જઈ રહી છે. આ ભરતીની સૌથી મોટી વિશેષતા એ છે કે, ઉમેદવારોની પસંદગી કોઈ પણ લેખિત પરીક્ષા વગર, માત્ર ધોરણ-૧૦ ના મેરિટના આધારે કરવામાં આવશે.

GDS New Vacancy 2026: India Post GDS Recruitment, Eligibility, Salary &  Apply Online

ટપાલ વિભાગ દ્વારા દેશભરના ૨૩ સર્કલમાં કુલ ૨૮,૭૪૦ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સૌથી વધુ ૩,૫૫૩ જગ્યાઓ મહારાષ્ટ્રમાં છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં ૩,૧૬૦ અને પશ્ચિમ બંગાળમાં ૨,૯૮૨ જગ્યાઓ છે. ગુજરાત સર્કલની વાત કરીએ તો અહીં ૧,૮૩૦ જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ભરતી અંતર્ગત બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) ના પદો પર નિમણૂક આપવામાં આવશે.

India Post GDS Recruitment 2026 for 28740 vacancies Trending news | Sakshi  Education

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *