અમદાવાદ: બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપ પર ઈન્કમ ટેક્સના દરોડા

અમદાવાદમાં ઈન્કમ ટેક્સ વિભાગે કથિત બેનામી વ્યવહારોની જાણ થતાં બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપના સંચાલકો પર દરોડા પાડયા છે. તપાસ દરમિયાન બેનામી મિલકતો, હવાલા લેવડદેવડ અને અન્ય નાણાકીય અનિયમિતતાઓના પુરાવા મળ્યા છે. 

Ahmedabad Builders Raid: 17 Cr Cash, 35 Cr Jewellery Seized | Deep Kameshwar

ઈન્કમ ટેક્સ વિભાગના સર્ચ ઓપરેશનમાં કુલ ૬૦ બેંક લોકરમાંથી અત્યાર સુધીમાં ૫૦ લોકર ખોલાયા છે, જેમાં ૧૭ કરોડ કેશ તો અંદાજિત ૩૫ કરોડ રૂપિયાના સોના-દાગીના મળ્યા છે, જેને વિભાગે જપ્ત કર્યા છે. 

₹17 Cr Cash, ₹35 Cr Jewellery Found in Ahmedabad Builders Lockers

બાકીના ૧૦ લોકરની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમાં હજુ વધુ રોકડ રકમ અને કિંમતી વસ્તુઓ મળે તેવી શક્યતાઓ છે. આઈટી વિભાગના અંગત સૂત્ર મુજબ બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપના સંચાલકોએ બેનામી રીતે ઘણી જમીન મિકલતો ખરીદી છે, તેની રોકડ લેવડ દેવડ છુપાવવા હવાલા નેટવર્કનો સહારો લીધો છે. સર્ચ ઓપરેશન દરમિયાન મળેલી રકમ અને ઘરેણાં અને દસ્તાવેજોની ગહન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જે બાદ વધુ ઘટસ્ફોટ થઈ શકે છે.

50 બેંક લોકરમાંથી 17 કરોડની રોકડ અને 35 કરોડના દાગીના મળ્યા, બેનામી  દસ્તાવેજોની તપાસ શરુ - દિવ્ય ભાસ્કર | Divya Bhaskar

બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપ પર આઈટી વિભાગે ગાળિયો કસતા રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ બિલ્ડરોના પરિવારના સભ્યો અને નજીકના પરિચિતોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. આ દરોડા બાદ ધરપકડ સુધીની કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *