સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક પ્રાથમિક ,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તારીખ ૧૯ /૦૨/ ૨૦૨૬ ગુરુવારના રોજ શિક્ષકોનો સેવા નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો .

શાળામાં ૩૦ વર્ષ સુધી ફરજ બજાવી નિવૃત્ત થનાર શિક્ષક શ્રી વિનયભાઈ ત્રિવેદી, ૨૯ વર્ષની સેવા આપી નિવૃત્ત થનાર શ્રી ચંપાબેન પટેલ અને ૨૮ વર્ષની સેવા ફરજ નિભાવી નિવૃત થનાર શ્રીકલ્પનાબેન નાયકના આ વય નિવૃત્તિ વિદાય સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડો. રોહિતભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તેમજ મંડળના પ્રમુખ ડો શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી સુધીરભાઈ પટેલની હાજરીમાં આ ત્રણેય શિક્ષકોને શ્રીફળ, સાકર અર્પણ કરી ફૂલહાર ,શાલ અને ભેટ સોગાદ અને સન્માન પત્ર સાથે માન સન્માન પૂર્વક વિધિવત વિદાય પાઠવવામાં આવી હતી .




આ પ્રસંગે શાળાના પ્રમુખ ડો. શ્રી મુકેશભાઈ પટેલે ખૂબ જ સંવેદનાસભર વક્તવ્ય રજૂ કરી જીવનની પાંચ શાળા અંગે સમજૂતી આપી હતી ,તો મુખ્ય મહેમાન deo શ્રી રોહિતભાઈ ચૌધરી શાળામાં શિક્ષકો દ્વારા થતા કાર્ય અને શાળાના વાતાવરણથી તેમજ સંચાલક મંડળના પ્રમુખશ્રીના શાળા પ્રત્યેના પ્રેમાળ લગાવથી, ખૂબ જ પ્રભાવિત થયા હતા અને શિક્ષકો સાથે ‘શિક્ષણ એક સૌભાગ્યપૂર્ણ વ્યવસાય છે ‘એ અંગે અસ્ખલિત વાણીમાં પ્રેરક ઉદબોધન કરી ઉપસ્થિત સૌ કોઈના મન જીતી લીધા હતા.
શાળાના પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી વેદાંગભાઈ રાજ્યગુરુ અને માધ્યમિક વિભાગના આચાર્યાશ્રી ડૉ. ટીનાબેન જોશી ના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ દીપી ઉઠ્યો હતો. કાર્યક્રમના અંતે સૌ કોઈએ ભોજન ગ્રહણ કરી નિવૃત્ત થનાર શિક્ષક મિત્રોને પુનઃ શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં આભાર દર્શન શ્રી નવલસિંહ ડોડ તેમજ ફોટોગ્રાફી શ્રી ધર્મેન્દ્રભાઈ ડાભી અને ધવલભાઈ પુવાર દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કૃપાબેન ભટ્ટ અને વ્યવસ્થાપન શ્રી મિત્તલબેન પટેલ, હંસાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
