
પાકિસ્તાને અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતના ખોગયાની, ગની ખિલ અને બહેસૂદ પ્રાંતમાં હવાઇ હુમલો કર્યો છે, જેમા એક જ પરિવારના ૧૯ લોકોના મોત થયાનો દાવો કરાયો છે.

પાકિસ્તાને અફઘાનિસ્તાનના નંગરહાર અને પક્તિકા પ્રાંતમાં એર સ્ટ્રાઇક કરી છે. હાલ એવો દાવો કરાયો છે કે, પાકિસ્તાનના હવાઇ હુમલામાં બેહસૂદ જિલ્લામાં એક જ પરિવારના ૧૭ લોકોના મોત થયા છે. મદરેસા પર હુમલો કરવામાં આવ્યો હોવાનું મનાય છે. પાકિસ્તાને પાકિસ્તાને કહ્યું કે, આ કાર્યવાહી પાકિસ્તાન વિરોધી આંતકી સમૂહો, ખાસ કરીને તહરીક એ તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ના ઠેકાણાંને ટાર્ગેટ બનાવી કરવામાં આવી હતી. દાવા મુજબ આ એર સ્ટ્રાઇક અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતના ખોગયાની, ગની ખિલ અને બહેસૂદ જિલ્લામાં કરી હતી. પારિસ્તાનના હવાઇ હુમલા બાદ અફઘાનિસ્તાને ચેતવણી આપી છે કે, બહુ જલદી બદલો લેવામાં આવશે.
/indian-express-gujarati/media/media_files/2026/02/22/pakistan-air-strike-on-afghanistan-2026-02-22-08-09-23.jpg)
