ટી-૨૦ વર્લ્ડ કપ: આજે ભારત ઈંગ્લેન્ડ સેમી ફાઈનલ

બીજી સેમિફાઇનલ ક્રિકેટ ફેન્સ માટે ખૂબ રોમાંચક રહેવાની છે. સૂર્યકુમાર યાદવની આગેવાની વાળી ભારતની ટીમ આજે હેરી બ્રુકની ઈંગ્લેન્ડની ટીમ સામે ઉતરશે. બંને ટીમ વચ્ચે આ મુકાબલો આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારતે તેની પહેલી મેચ અમેરિકા સામે આ જ સ્ટેડિયમમાં રમી હતી.

BBC Radio 5 Sports Extra - Test Match Special, T20 World Cup, England v India

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે સેમિફાઇનલ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બંને ટીમોએ ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. પરંતુ સુપર ૮ ના અંતિમ રાઉન્ડમાં બંને ટીમો ફરી સારા ફોર્મમાં જોવા મળી છે. ટીમ ઈન્ડિયાએ સુપર ૮ માં પોતાની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે ગુમાવી હતી. પરંતુ ત્યારબાદ ટીમે શાનદાર વાપસી કરીને સેમિફાઇનલમાં સ્થાન મજબૂત કર્યું છે. હવે ભારતીય ટીમનું લક્ષ્ય ઈંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચવાનું છે.

Image

આ ટુર્નામેન્ટના પહેલા સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટથી હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. તેથી હવે બીજી સેમિફાઇનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેનો મુકાબલો જીતનાર ટીમ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે. બંને ટીમોમાં ઘણા સ્ટાર ખેલાડીઓ હોવાથી આ મેચ ખૂબ જ રસપ્રદ બનવાની અપેક્ષા છે. ચાહકો માટે પણ આ મેચ ખાસ છે કારણ કે બંને ટીમો વચ્ચે સેમિફાઇનલમાં કડક ટક્કર જોવા મળે છે.

India Vs England, T20 World Cup 2026: Will Home Conditions Help Or Haunt Hosts In Semifinal Showdown At Wankhede

ટી-૨૦ વર્લ્ડ કપ ના ઇતિહાસમાં આ સતત ત્રીજી વખત હશે જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ સેમિફાઇનલમાં આમને-સામને આવી રહ્યા છે. ૨૦૨૨ માં એડિલેડમાં રમાયેલી સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડે ભારતને ૧૦ વિકેટથી હરાવ્યું હતું. જોકે ૨૦૨૪ ના ટી-૨૦ વર્લ્ડ કપ માં ટીમ ઈન્ડિયાએ ગયાનામાં ઈંગ્લેન્ડને હરાવીને તે હારનો બદલો લીધો હતો અને ત્યારબાદ ટૂર્નામેન્ટનું ટાઇટલ પણ જીત્યું હતું. હવે ૨૦૨૬ માં ફરી એકવાર બંને ટીમો સેમિફાઇનલમાં ટકરાઈ રહી છે. જેના કારણે મેચને લઈને ઉત્સુકતા વધુ વધી ગઈ છે.

WATCH: Virat Kohli taking guidance from MS Dhoni in the 3rd ODI against England | Cricket Times

મેચ પહેલા હવામાન પણ એક મહત્વનો મુદ્દો બની રહે છે. મુંબઈમાં રમાનારી આ સેમિફાઇનલ મેચ માટે હવામાન અનુકૂળ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ગુરુવારે આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે અને વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. તાપમાન ૨૭ થી ૩૯ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. જ્યારે ભેજનું પ્રમાણ ૬૦ % થી વધુ હોઈ શકે છે. મેચ સાંજે ૦૭:૦૦ વાગ્યે શરૂ થશે ત્યારે તાપમાન લગભગ ૩૩ ડિગ્રી રહેશે અને રાત્રે આગળ વધતા તે થોડું ઘટીને લગભગ ૩૦ ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેથી ચાહકોને આખી મેચ નિરાંતે માણવાની તક મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *