ભારતએ ઈંગ્લેન્ડને ૭ રને હરાવ્યું, હવે ૮ મી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ટક્કર.

ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૬ ની ફાઈનલમાં પહોંચવા માટે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે.

ટીમ ઈન્ડિયાના સુકાની સૂર્યકુમાર યાદવ અને ઈંગ્લેન્ડના સુકાની હેરી બ્રુક વચ્ચે ટોસ ઉછાળાયો છે, જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ભારત પહેલા બેટિંગ કરશે. અત્યાર સુધીના રેકોર્ડ મુજબ ઈંગ્લેન્ડ સામે ભારતે મજબૂત પ્રદર્શન કર્યું છે. આ પહેલા ગઈકાલે રમાયેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. એટલે કે આજે ભારત કે ઈંગ્લેન્ડમાંથી જે ટીમ જીતશે તે ૮ મી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ મેચ રમશે.

ઈંગ્લેન્ડનો સ્કોર…
• સાતમી વિકેટ ઃ ૧૯.૧ ઓવરમાં ૨૨૫ રને ઈંગ્લેન્ડની સાતમી વિકેટ પડી છે. શિવમ દુબેની ઓવરમાં જેકોબ રન આઉટ થયો છે. જેકોબે ૪૮ બોલમાં આઠ ફોર અને સાત સિક્સ સાથે ૧૦૫ રન નોંધાવ્યા છે.
• છઠ્ઠી વિકેટ ઃ ૧૮.૩ ઓવરમાં ૨૨૨ રને ઈંગ્લેન્ડની છઠ્ઠી વિકેટ પડી છે. હાર્દિક પંડ્યાની બોલિંગમાં સેમ કરન તિલક વર્માના હાથે કેચ આઉટ થયો છે. કરને ૧૪ બોલમાં બે ફોર સાથે 18 રન નોંધાવ્યા છે.
• પાંચમી વિકેટ ઃ ૧૩.૬ ઓવરમાં ૧૭૨ રને ઈંગ્લેન્ડની પાંચ વિકેટ પડી છે. અર્શદિપ સિંહની બોલિંગમાં વિલ જેક્સે બાઉન્ડ્રી તરફ સિક્સ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો, જોકે અક્ષર પટેલે દમદાર ફિલ્ડિંગ કરીને બાઉન્ડ્રી લાઈન પર તેના હાથમાં કેચ આવેલા બોલને તુરંત શિવમ દુબેને કેચ આપી દીધો હતો અને અક્ષર સીધો બાઉન્ડ્રી તરફ પડ્યો હતો. વિલ જેક્સે ૨૦ બોલમાં ચાર ફોર અને બે સિક્સ સાથે ૩૫ રન નોંધાવ્યા છે.
• ચોથી વિકેટ ઃ ૭.૩ ઓવરમાં ૯૫ રને ઈંગ્લેન્ડની ચોથી વિકેટ પડી છે. અક્ષર પટેલે ટોમ બાન્ટનને ક્લિન બોલ્ડ આઉટ કર્યો છે. બાન્ટને ૫ બોલમાં એક ફોર અને બે સિક્સની મદદથી ૧૭ રન નોંધાવ્યા છે.
• ત્રીજી વિકેટ ઃ ૫.૫ ઓવરમાં ૬૪ રને ઈંગ્લેન્ડની ત્રીજી વિકેટ પડી છે. વરુણ ચક્રવર્તીએ જોશ બટલરને બોલ્ડ આઉટ કર્યો છે. બટલરે ૧૭ બોલમાં ચાર ફોર અને એક સિક્સ સાથે ૨૫ રન નોંધાવ્યા છે.
• બીજી વિકેટ ઃ ૪.૧ ઓવરમાં ૩૮ રને ઈંગ્લેન્ડની બીજી વિકેટ પડી છે. જસપ્રિત બુમરાહની બોલિંગમાં સુકાની હેરી બ્રુક છ બોલમાં એક ફોર ફટકારી માત્ર સાત રને અક્ષર પટેલના હાથે કેચ આઉટ થયો છે.
• પ્રથમ વિકેટ ઃ ૧.૧ ઓવરમાં ૧૩ રને ઈંગ્લેન્ડની પહેલી વિકેટ પડી છે. હાર્દિક પંડ્યાની બોલિંગમાં ફિલ સોલ્ટ ત્રણ બોલમાં એક ફોર ફટકારી માત્ર પાંચ રને અક્ષર પટેલના હાથે કેચ આઉટ થયો છે.
ભારતનો સ્કોર…

• ભારતની ઈનિંગ પુરી ઃ ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત ૨૦ ઓવરમાં ૨૫૩ રન ફટકારીને ઈંગ્લેન્ડને જીતવા માટે ૨૫૪ રનનો ટાર્ગેટ આપ્યો છે. આજની મેચમાં સંજૂ સેમસને ફિફ્ટી ફટકારી છે, તો શિવમ દુબે, હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ પણ વિસ્ફોટ બેટિંગ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
• સાતમી વિકેટ ઃ ૧૯.૫ ઓવરમાં ૨૫૧ રન પર ટીમ ઈન્ડિયાની સાતમી વિકેટ પડી છે. હાર્દિક પંડ્યા ૧૨ બોલમાં ત્રણ ફોર અને બે સિક્સ ફટકારી ૨૭ રને રન આઉટ થયો છે.
• છઠ્ઠી વિકેટ ઃ ૧૮.૫ ઓવરમાં ૨૩૬ રન પર ટીમ ઈન્ડિયાની છઠ્ઠી વિકેટ પડી છે. તિલક વર્મા માત્ર સાત બોલમાં ત્રણ સિક્સ ફટકારી ૨૧ રને આઉટ થયો છે. જોફ્રા આર્ચરે તેને ક્લિન બોલ્ડ આઉટ કર્યો છે.
• પાંચમી વિકેટ ઃ ૧૭.૩ ઓવરમાં ૨૧૨ રન પર ટીમ ઈન્ડિયાની પાંચમી વિકેટ પડી છે. વિસ્ફોટક બેટર શિવમ દુબે ૨૫ બોલમાં એક ફોર અને ચાર સિક્સ ફટકારી ૪૩ રને આઉટ થયો છે. રન દોડતી વખતે હેરી બ્રુકે ડાયરેક્ટ સ્ટમ્પિંગ કરતા દુબે આઉટ થયો છે.
• ચોથી વિકેટ ઃ ૧૫.૪ ઓવરમાં ૧૯૦ રન પર ટીમ ઈન્ડિયાની ચોથી વિકેટ પડી છે. સુકાની સૂર્યકુમાર યાદવ ૬ બોલમાં એક સિક્સ ફટકારી ૧૧ રને આઉટ થયો છે. આદિલ રાશિદની બોલિંગમાં વિકેટકીપર જોસ બટલર સૂર્યાને સ્ટમ્પ આઉટ કર્યો છે.
• ત્રીજી વિકેટ ઃ ૧૩.૧ ઓવરમાં ૧૬૦ રન પર ટીમ ઈન્ડિયાની ત્રીજી વિકેટ પડી છે. વિસ્ફોટ બેટર સંજૂ સેમસન ૪૨ બોલમાં ૮ ફોર અને ૭ સિક્સ ફટકારીને ૮૯ રને આઉટ થયો છે. વિક જેક્સની બોલિંગમાં ફિલ સોલ્ટે સંજૂનો કેચ કર્યો છે.
• બીજી વિકેટ ઃ ૯.૩ ઓવરમાં ૧૧૭ રન પર ટીમ ઈન્ડિયાની બીજી વિકેટ પડી છે. ઈશાન કિશન ૧૮ બોલમાં ચાર ફોર અને બે સિક્સ ફટકારી ૩૯ રને આઉટ થયો છે. આદિલ રાશિદની બોલિંગમાં વિલ જેક્સે કેચ કર્યો છે.
• સંજૂ સેમસનની ફિફ્ટી ઃ સંજૂ સેમસને ફરી દમદાર બેટિંગ કરીને ફિફ્ટી ફટકારી છે. સંજૂએ માત્ર ૨૬ બોલમાં સાત ફોર અને બે સિક્સ ફટકારી ૫૨ રન નોંધાવ્યા છે.
• પહેલી વિકેટ ઃ ૨ ઓવરમાં ૨૦ રન પર ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ પડી છે. અભિષેક શર્મા માત્ર ૯ રન બનાવી આઉટ થયો છે. વિક જેક્સની બોલિંગમાં ફિલ સોલ્ટે અભિષેકનો કેચ કર્યો છે.

ટોસ : ટીમ ઈન્ડિયાના સુકાની સૂર્યકુમાર યાદવ અને ઈંગ્લેન્ડના સુકાની હેરી બ્રુક વચ્ચે ટોસ ઉછાળાયો છે, જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ભારત પહેલા બેટિંગ કરશે.

