આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

Women's Day March 8, 2026 Creative Greeting Card GIF | SuperbWishes

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે ૮ માર્ચના રોજ ઉજવવામાં આવે છે. મહિલાઓની હિંમત વધારવા, તેમના દેશ અને વિશ્વની પ્રગતિમાં ફાળો આપવા અને તેમની પ્રશંસા કરવા માટે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Free International Women's Day Clipart - Animations

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે ૮ માર્ચના રોજ ઉજવવામાં આવે છે.  મહિલાઓની હિંમત વધારવા, તેમના દેશ અને વિશ્વની પ્રગતિમાં ફાળો આપવા અને તેમની પ્રશંસા કરવા માટે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

How we've celebrated International Women's Day in 2021

ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓને દેવીનું સ્વરૂપ કહેવામાં આવે છે. આજથી જ નહીં પરંતુ સદીઓથી ભારતમાં મહિલાઓની પૂજા થતી આવી છે. શક્તિ માટે દેવી દુર્ગા, સંપત્તિ માટે દેવી લક્ષ્મી અને બુદ્ધિ માટે દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે.આજે પણ મહિલાઓ વગર સમાજની કલ્પના પણ કરી શકાતી નથી. દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભેખભા મિલાવીને આગળ વધી રહી છે.

Celebrating women: Give to Gain 2026 | ACAMS

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ શું છે?

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસ વર્ષ ૧૯૦૮ નો છે. તે વર્ષે ન્યૂયોર્કમાં ૧૫,૦૦૦ થી વધુ મહિલાઓએ એક સાથે કૂચ કરી હતી અને તમામ કાર્યકારી મહિલાઓએ સાથે મળીને કામના કલાકોમાં ઘટાડો, વધુ સારા પગાર અને મતદાનના અધિકારની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું.

Happy International Women's Day 2026: Images, Quotes, Wishes, Messages,  Cards, Greetings, Pictures and GIFs - The Times of India

યુનાઇટેડ નેશન્સથી ક્યારે માન્યતા મળી?

જર્મન સામાજિક કાર્યકર ક્લેરા જેટકીને ૧૯૧૦ માં આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદમાં દર વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જે પછી ૧૦૧૧ માં ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જો કે વર્ષ ૧૯૭૫ માં સંયુક્ત રાષ્ટ્રએ ૮ માર્ચે મહિલા દિવસની ઉજવણીને માન્યતા આપી હતી.

International Women's Day 2026- Date, History & Significance

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૬ ની થીમ શું છે?

દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ હોય છે. ૧૯૭૫ માં સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી માન્યતા મળ્યા બાદ સૌપ્રથમ વર્ષ ૧૯૯૬ માં એક થીમ રાખવામાં આવી હતી. આ પછી દર વર્ષે એક થીમ રાખવામાં આવે છે.  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૬ ની થીમ “અધિકારો અને ન્યાય સાથે-સાથે દરેક મહિલા અને બાલિકાના સશક્તિકરણ માટે વાસ્તવિક કાર્યવાહી” પર કેન્દ્રિત છે. આ થીમ માત્ર એક વિચાર નથી, પરંતુ એક દ્રઢ સંકલ્પ છે. તે આપણને યાદ અપાવે છે કે હવે પ્રતીકોથી ઉપર ઉઠવાનો અને મહિલાઓના અધિકારોને સશક્ત બનાવવાનો અને ન્યાયને તેમની પહોંચમાં લાવવાનો સમય છે.

Women's Day 2026 Speech in Marathi महिला दिन भाषण मराठी

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહત્વ 

સમગ્ર વિશ્વમાં મહિલાઓ સામેની હિંસા એક ખૂબ જ ગંભીર સમસ્યા છે. આ મહિલા દિવસ ખાસ કરીને આ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી અને અધિકારો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમ કે રાજકારણમાં ભાગીદારી, સરકારી અને વહીવટી હોદ્દાઓ પર વધુ મહિલાઓનું આવવું, આર્થિક અધિકારો આપવા, મહિલાઓને સમાન પગાર અને વધુ સારી રોજગારની તકો આપવી જેથી તેઓ દરેક જગ્યાએ પોતાની છાપ છોડી શકે.

International Women's Day 2026

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *