હોર્મુઝથી વધુ એક ગુડ ન્યૂઝ

૫૮,૦૦૦ મેટ્રિક ટન એલપીજી લઈને ભારત આવી રહ્યું છે સાતમું ટેન્કર,

india-flagged lpg tanker green sanvi crosses hormuz strait

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને હોર્મુઝની સામુદ્રધૂનીમાં ફસાયેલા જહાજો વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. અંદાજે ૫૮,૮૧૧ મેટ્રિક ટન એલપીજી ક્ષમતા ધરાવતું ભારતીય જહાજ ‘ગ્રીન સાન્વી’ સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યું છે. 

India LPG flows continue as tanker crosses Hormuz, Iranian cargo reaches  Mangalo

હુમલાખોરો અથવા ખોટી ઓળખના જોખમથી બચવા માટે આ જહાજે પોતાની ખાસ રણનીતિ અપનાવી છે. તેના ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (એઆઈએસ) સિગ્નલમાં ‘ઇન્ડિયન શિપ, ઇન્ડિયન ક્રૂ’ નો સંદેશ દર્શાવવામાં આવી રહ્યો છે, જેથી તેની લોકેશન સતત ટ્રેક થઈ શકે અને કોઈ સંભવિત ખતરો ટાળી શકાય. 

7th LPG Tanker Green Sanvi Crosses Hormuz, 17 Indian Ships Still Stranded |  Times Now

‘ગ્રીન સાન્વી’ આગળ વધી ગયું હોવા છતાં, ‘જગ વિક્રમ’ અને ‘ગ્રીન આશા’ નામના બે અન્ય એલપીજી ટેન્કરો હજુ પણ હોર્મુઝ પાસે સ્થિર છે. આ બંને જહાજોને સુરક્ષા અથવા ઓપરેશનલ કારણોસર હજુ સુધી આગળ વધવાની મંજૂરી મળી નથી. ઉલ્લેખનીય છે કે, હજુ પણ તેલ અને ગેસથી ભરેલા ઓછામાં ઓછા ૧૫ ભારતીય જહાજો હોર્મુઝના પશ્ચિમ ભાગમાં ફસાયેલા છે. 

2 More Indian LPG Ships Cross Hormuz Safely - Kashmir Observer

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાના સૌથી મહત્ત્વના દરિયાઈ માર્ગો પૈકીનો એક છે, જ્યાંથી વિશ્વના કુલ તેલ અને ગેસનો ૨૦ % હિસ્સો પસાર થાય છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, તેથી આ ટેન્કરોનું સુરક્ષિત રીતે પહોંચવું દેશની ઊર્જા સુરક્ષા અને ગેસના ભાવની સ્થિરતા માટે અત્યંત જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *