યુદ્ધ અંગે પીએમ મોદીનું મોટું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. આ ઉપરાંત તેમણે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) અને યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) પર પણ નિશાન સાધ્યું છે. કેરલમમાં વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે આજે તિરુવલ્લામાં એક વિશાળ જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી માત્ર મત મેળવવા માટે અને મને ગાળો આપવા માટે એક કરોડ પ્રવાસીઓની જિંદગી દાવ લગાવવા તૈયાર છે. કોંગ્રેસ ભારતને ગલ્ફ દેશોનો દુશ્મન બનાવવા માંગે છે.

TMC Seeks Bhabanipur RO Removal | Proximity Allegations SUVendu BJP

 ‘કોંગ્રેસની ઈચ્છા ખૂબ જ ખતરનાક છે. તેઓ ઈચ્છે છે કે, પશ્ચિમ એશિયાના દેશો ભારતને દુશ્મન માની લે. તેઓનું ષડયંત્ર છે કે, અમે અહીં એવી ભૂલ કરીએ, એવું નિવેદન આપીએ, જેનાથી ખાડી દેશોમાં રહેતા આપણા ભાઈ-બહેનો પર મોટી મુસીબત આવી જાય. કોંગ્રેસ જાણીજોઈને ખાડી દેશોને નારાજ કરતા નિવેદનો આપી રહી છે. તેઓ કેન્દ્ર સરકારની ટીકા કરવા માટે દેશમાં ડરનો માહોલ ઉભો કરવા માંગે છે.’

Kerala Elections 2026: Modi says LDF exit near, NDA to win state race grows

વિરોધીઓને કડક મેસેજ આપતા કહ્યું કે, ‘હું કોંગ્રેસ, એલડીએફ, યુડીએફને સ્પષ્ટ કહું છું કે, રાજનીતી પોતાની જગ્યા છે અને ચૂંટણીઓ આવતી-જતી રહેશે. કેરલમના જે લોકો ત્યાં કામ કરી રહ્યા છે, તેમની સુરક્ષા મારા માટે મોટી પ્રાથમિકતા છે અને આ માટે હું સંપૂર્ણ પ્રતિબદ્ધ છું.’

PM Modi to hold roadshow, address public meeting in Kerala ahead of April 9  polls

વડાપ્રધાન કેરલમમાં સબરીમલા મંદિરના વિવાદ મુદ્દે પણ વિપક્ષ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ‘લેફ્ટ અને કોંગ્રેસ કેરલમની મહાન સંસ્કૃતિ અને આસ્થા મુદ્દે ભ્રષ્ટાચાર અને તૃષ્ટીકરણનો ખેલ રમીને સબરીમાલા તીર્થને બદનામ કરવાનો પ્રયાસ રચ્યો હતો અને હવે તેઓ માટે આ તીર્થ લૂંટનો અડ્ડો બની ગયો છે. સબરીમાલામાં જે થયું તે એક ષડયંત્ર હતું. એલડીએફ સરકારમાં સબરીમાલામાં ચોરી થઈ અને તેનું કનેક્શન કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ જ કારણે એલડીએફ સરકાર ચોરીની તપાસ સીબીઆઈને સોંપી રહી નથી.’

News Arena India's Video on X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *