યુદ્ધવિરામ બાદ ટ્રમ્પે કરી લાલ આંખ

ડોનાલ્ડ ટ્રમ્પ: જો કોઈ દેશે ઈરાનને હથિયારની મદદ કરી તો ભરશે આ મોટું પગલું

US-Iran Deal: War Resumes? Trump & Khamenei Ceasefire Inside

યુદ્ધવિરામ  બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ઈરાનમાં સકારાત્મક સત્તા પરિવર્તન થયું છે. અમારી ૧૫ શરતોમાંથી અનેક શરતો પર ઈરાન રાજી થયું છે અને કેટલીક બાબતો પર પહેલેથી જ સહમતિ થઈ ગઈ છે. હવે યુરેનિયમનું સંવર્ધન કરવામાં નહીં આવે. અમેરિકા હવે ઈરાન સાથે મળીને કામ કરશે. સાથે જ ટ્રમ્પે ચેતવણી આપી કે ઈરાનને હથિયાર પૂરાં પાડતા દેશો પર ૫૦ % ટેરિફ લાગુ કરવામાં આવશે.

Trump to AFP: Iran deal 'total and complete victory' for US | National |  insidenova.com

ટ્રમ્પે આગળ જણાવ્યું કે અમે પરમાણુ અવશેષોને જમીનમાંથી ખોદીને બહાર કાઢીશું. તેમણે કહ્યું કે ઈરાન સાથે ટેરિફ મુદ્દે ચર્ચા ચાલુ છે. ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને ટ્રમ્પે લખ્યું કે જે પણ દેશ ઈરાનને હથિયાર સપ્લાય કરશે તેની વિરુદ્ધ અમેરિકા કડક કાર્યવાહી કરશે. આવા દેશોમાંથી અમેરિકા આવતી તમામ વસ્તુઓ પર ૫૦ % ટેરિફ લાગશે અને તેમાં કોઈને પણ છૂટ આપવામાં નહીં આવે.

The Irish Independent's View: No credible leader should threaten to wipe  out a civilisation | Irish Independent

આ નિર્ણયનો અસર એવો પડશે કે જો કોઈ દેશ પર આ ટેક્સ લાગશે તો ત્યાંથી આવતી વસ્તુઓ અમેરિકામાં મોંઘી થઈ જશે. ઉપરાંત, વિશ્વના મોટા દેશો વચ્ચે વેપારિક સંબંધોમાં તણાવ વધી શકે છે. પશ્ચિમ એશિયામાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન વૈશ્વિક રાજકારણને વધુ ગરમાવી શકે છે.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે હવે ઈરાનમાં યુરેનિયમનું સંવર્ધન નહીં કરવામાં આવે. અમે પરમાણુ અવશેષોને જમીનમાંથી ખોદીને બહાર કાઢીશું. તેમનો દાવો છે કે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર સેટેલાઇટ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે અને અત્યાર સુધી ત્યાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો ઈરાન આ શરતો સ્વીકારશે તો અમેરિકા તેની સાથે મળીને કામ કરશે. બદલામાં ઈરાન પર લાગેલા કડક પ્રતિબંધોમાં રાહત આપવામાં આવશે.

Kanpur Kidney Racket Agent Claims 50 Transplants | Trump Tariffs Iran  Weapons

ટ્રમ્પે એ પણ સંકેત આપ્યો કે હવે ટેરિફમાં કપાત માટે ચર્ચા શરૂ થશે. ઈરાન પર લાગેલા કડક પ્રતિબંધો કેવી રીતે હટાવવાના અને ટેરિફમાં કેટલો ઘટાડો કરવો તે મુદ્દે વાતચીત ચાલુ છે. સમજૂતી માટે કુલ ૧૫ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી અનેક મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સહમતિ બની ચૂકી છે. જોકે તેમણે વધુ વિગતો જાહેર કરી નથી, પરંતુ ઈરાન સાથે ચર્ચા ચાલુ રાખવાની વાત સ્પષ્ટ કરી છે.

Trump fires Pam Bondi as US attorney general | The National

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *