વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે

વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે ૨૨ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તેને આંતરરાષ્ટ્રીય મધર અર્થ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. માણસ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે પૃથ્વીને દરેક રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે.

12 Earth Day Environmental Activities for Adults | Ygrene

વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે ૨૨ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તેને આંતરરાષ્ટ્રીય મધર અર્થ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ પર્યાવરણ સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવાના હેતુથી ઉજવવામાં આવે છે. આ સાથે જ દરેક વ્યક્તિને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સભાન બનાવવા અને પૃથ્વીની રક્ષા માટે પ્રતિબદ્ધ થવાના પ્રયત્નો આ દિવસે કરવામાં આવે છે. 

Share This Happy Earth Day Gif

આજના ઝડપી ગતિશીલ વિશ્વમાં વિકાસના નામે પ્રકૃતિને સતત નુકસાન થઈ રહ્યું છે. પૃથ્વી દિવસ એ જાગૃતિ લાવવા અને આ નુકસાન સામે ચેતવણી આપવાની તક છે. 

HappyEarthDay Remember to Care for GOD's Creation on this Earth Day.

માણસ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે પૃથ્વીને દરેક રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે. આ કારણે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ અને પૂર જેવી સ્થિતિ અનેક જગ્યાએ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોને તેના વિશે જાગૃત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. આ કારણે દર વર્ષે ૨૨ એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ  ઉજવવામાં આવે છે. આ પાછળનું કારણ અને તેના મહત્વ વિશે જાણીએ.

Earth Day Earth GIF - Earth Day Earth - Discover & Share GIFs | Earth  globe, Earth, Conceptual

વિશ્વ પૃથ્વી દિવસ ઇતિહાસ

1969માં યુનેસ્કોની પરિષદમાં સૌપ્રથમવાર શાંતિ કાર્યકર્તા જ્હોન મેકકોનેલે પૃથ્વી દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ દિવસ પહેલા સેલિબ્રિટ કરવાનો હેતુ પૃથ્વીને સન્માન આપવાનો હતો. પૃથ્વી દિવસ સૌ પ્રથમ વખત  ૨૨ એપ્રિલ, ૧૯૭૦ ના રોજ અમેરિકામાં ઉજવવામાં આવ્યો હતો. આ પછી ડેનિસ હેઝે ૧૯૯૦ માં વૈશ્વિક સ્તરે તેની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં 141 દેશોએ ભાગ લીધો હતો. વર્ષ 2016માં પૃથ્વી દિવસને જળવાયુ સંરક્ષણ માટે સમર્પિત કરવામાં આવ્યો હતો.

File:Blue Marble rotating.gif

પૃથ્વી દિવસ ૨૦૨૬ થીમ

દર વર્ષે પૃથ્વી દિવસની ઉજવણી માટે થીમ પસંદ કરવામાં આવે છે. ૨૦૨૬ ની થીમ પર્યાવરણીય સંરક્ષણ, ક્લાઇમેન્ટ એક્શન અને ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ૨૦૨૬ ની આ વર્ષની થીમ ‘આપણી શક્તિ, આપણો ગ્રહ’ (Our Power, Our Planet) છે. 

World Earth Day, अब जरूरत है, हर दिन मने पृथ्वी दिवस

વર્લ્ડ અર્થ ડે મહત્વ

વિશ્વ પૃથ્વી દિવસ પર માનવ સમુદાય પૃથ્વીના સંરક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉત્સાહની ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વભરમાં જાગૃતિ લાવવા, પર્યાવરણીય સંરક્ષણ માટે સંવેદનશીલતા વધારવા અને જીવન ચક્રની સુરક્ષા માટે પ્રેરિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે વૃક્ષારોપણ, સાયકલ ટ્રાફિક, અને પર્યાવરણ સંરક્ષણને લગતા જાગૃતિ કાર્યક્રમો જેવા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

5 Earth Day Facts to Know About and How To Get Involved

પૃથ્વીને બચાવવા માટે આપણે શું કરી શકીએ?

આપણે આપણા રોજિંદા જીવનમાં નાના ફેરફારો કરીને મોટો પ્રભાવ પાડી શકીએ છીએ, જેમ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, વૃક્ષો વાવવા, પાણી બચાવવા અને ઉર્જાનો વપરાશ ઘટાડવો. આ નાના પગલાં પૃથ્વીને બચાવવામાં મદદ કરશે.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *