ઈરાન-રશિયાએ ટ્રમ્પનું વધાર્યું ટેન્શન !

ઈરાન-રશિયાએ ટ્રમ્પનું વધાર્યું ટેન્શન ! પુતિને સમર્થન આપી કહ્યું, ‘તહેરાનના હિત માટે તમામ કામ કરીશું’ 1 - image

એકતરફ અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈ વિવાદ ચાલી રહ્યો છે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ  અવાર-નવાર ઈરાનને ધમકી આપી રહ્યા છે, તો બીજીતરફ રશિયા પહોંચેલા ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સાથે રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને મુલાકાત કરીને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. પુતિને ઈરાનને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે. પુતિને અરાઘચીને સ્પષ્ટ કહ્યું છે કે, ‘રશિયા તે તમામ કામ કરશે, જે ઈરાન અને ઈરાનની આસપાસના દેશોના હિતમાં હશે.’ ઈરાન હજુ પણ અમેરિકાની ધમકી અને આક્રમણનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાના ઈસ્લામાબાદમાં તાજેતરમાં જ અમેરિકા-ઈરાન વચ્ચે બે વખત યોજાયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે, ત્યારે આવી ગંભી પરિસ્થિતિમાં ઈરાન-રશિયાની આ મિત્રતા ખૂબ મહત્ત્વની મનાઈ રહી છે.

Russia:ईरान को मिला रूस का साथ, व्लादिमीर पुतिन बोले- पश्चिम एशिया में  शांति के लिए सब कुछ करेंगे - West Asia Tension Putin Meets Iranian Foreign  Minister Araghchi Strait Of Hormuz -

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આમ તો એક દેશના વિદેશમંત્રી બીજા દેશના રાષ્ટ્રપ્રમુખને નહીં, પરંતુ વિદેશમંત્રી સાથે જ મુલાકાત કરતા હોય છે, ત્યારે ઈરાનના વિદેશમંત્રીએ રશિયા પહોંચીને સીધા જ રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે મુલાકાત કરી હતી, તેથી આ મુલાકાત વ્યૂહાત્મક અને વર્તમાન સ્થિતિને લઈને ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. વિદેશમંત્રીની સીધી જ રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત પણ ભાગ્યે જ જોવા મળે છે. પુતિને પોતે જ અરાઘચીને મળવાનો સમય આપ્યો હતો. આ દર્શાવે છે કે, રશિયા આ મુલાકાતને કેટલું મહત્ત્વ આપી રહ્યું છે.

Iran Foreign Minister Meets Putin; Russia Pledges Support

રાષ્ટ્રપ્રમુખ પુતિને મુલાકાત કર્યા બાદ અરાઘચીએ સમર્થન બદલ રશિયાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, ઈરાન-રશિયા વચ્ચે સંબંધો હજુ વધુ મજબૂત થશે. પુતિને કહ્યું કે, ‘મને ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ તરફતી ખાસ મેસેજ મળ્યો છે. પુતિને અરાઘચીને કહ્યું છે કે, તેઓ ઈરાન પહોંચીને સર્વોચ્ચ નેતાને શુભકામના અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના પહોંચાડે. આ એક રાજદ્વારી રીત છે, જેમાં બંને દેશોના સૌથી મોટા નેતાઓ એકબીજાને પોતાની વાત પહોંચાડે છે. આનાથી સ્પષ્ટ છે કે, બંને દેશો વચ્ચે સૌથી ઉચ્ચ સ્તરે વાતચીત થઈ રહી છે.

Iran Foreign Minister Arrives in Russia as US Talks Remain Stalled |  Cambodianess

રશિયાના રાષ્ટ્રપ્રમુખે વધુમાં કહ્યું કે, ‘રશિયાને આશા છે કે, ઈરાનની પ્રજા આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી જશે અને કાયમી શાંતિ સ્થપાશે.’ આ દરમિયાન પુતિને મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે, રશિયા તે દરેક કામ કરશે, જે રશિયાના હિતમાં હશે અને આ પુરા વિસ્તારના અન્ય દેશોના હિતમાં હશે. પુતિને સ્પષ્ટ કહ્યું કે, ‘મોસ્કો અને તેહરાન આગામી સમયમાં પણ આ સંબંધો આગળ વધારતા રહેશે.

US Iran Peace Talk: ईरान-अमेरिका के बीच फोन पर हो सकती है वार्ता, ट्रंप ने  जंग खत्म करने के दिए संकेत

ઈરાન-અમેરિકાની આ મિત્રતા વિશ્વને સ્પષ્ટ મેસેજ આપે છે કે, ઈરાન એકલું નથી. અમેરિકા અને તેના સાથી દેશો એકતરફ છે, જ્યારે રશિયાએ ઈરાન સાથે ઉભો હોવાની જાહેરાત કરી દીધી છે. આનાથી ઈરાનનું મનોબળ વધશે અને અમેરિકા સાથે શાંતિ મંત્રણામાં ઈરાન મજબૂત સ્થિતિમાં રહેશે, કારણ કે તેની સાથે રશિયા જેવી મોટી શક્તિ છે.

Trump ready to move ahead working with Russia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *