ઈરાન પછી હવે એશિયામાં બીજા મહાયુદ્ધની તૈયારી?

વિશ્વ અત્યારે ઈરાન-અમેરિકા સંઘર્ષના સાય હેઠળ છે ત્યારે ચીને તાઈવાન સ્ટ્રેટમાં બે યુદ્ધજહાજો મોકલીને નવા યુદ્ધના સંકેત આપ્યા છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે પેન્ઘુ ટાપુઓ પાસે ચીની ડિસ્ટ્રોયર અને ફ્રિગેટની હાજરીની પુષ્ટિ કરી છે.

China Ramps Up Military Pressure on Taiwan with Surprise Live-Fire Drills

વિશ્વ અત્યારે ઈરાન-અમેરિકા સંઘર્ષના સાય હેઠળ છે ત્યારે ચીને તાઈવાન સ્ટ્રેટમાં બે યુદ્ધજહાજો મોકલીને નવા યુદ્ધના સંકેત આપ્યા છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે પેન્ઘુ ટાપુઓ પાસે ચીની ડિસ્ટ્રોયર અને ફ્રિગેટની હાજરીની પુષ્ટિ કરી છે. તાઈવાને આ ઘૂસણખોરીના જવાબમાં પોતાના સશસ્ત્ર દળોને તૈનાત કર્યા છે અને ચીની ગતિવિધિઓ પર કડક નજર રાખી રહ્યું છે. ચીન તાઈવાનને પોતાનો ભાગ ગણાવે છે, જ્યારે તાઈવાન પોતાની સ્વાયત્તતા માટે મક્કમ છે, જેના કારણે દક્ષિણ ચીન સાગરમાં તણાવ અત્યંત વધી ગયો છે.

Taiwan reports near doubling of Chinese warships nearby | Reuters

તાઈવાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા સોમવારે મોડી રાત્રે જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, પેન્ઘુ ટાપુઓના દક્ષિણ-પશ્ચિમ જળ વિસ્તારમાં ચીની નૌકાસેનાનું એક ડિસ્ટ્રોયર (વિધ્વંસક) અને એક ફ્રિગેટ શંકાસ્પદ રીતે આગળ વધી રહ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા તાઈવાને તુરંત જ પોતાની નૌકાસેનાના જહાજો અને વાયુસેનાના વિમાનોને દેખરેખ માટે રવાના કરી દીધા હતા. તાઈવાની સશસ્ત્ર દળોએ ચીની જહાજોની દરેક હિલચાલ પર સતત નજર રાખી હતી અને જરૂર પડ્યે યોગ્ય જવાબી કાર્યવાહી કરવાની તૈયારી પણ દર્શાવી હતી. જોકે, સંરક્ષણ મંત્રાલયે આ જવાબી કાર્યવાહીના પ્રકાર વિશે અત્યારે વધુ વિગતો જાહેર કરી નથી, પરંતુ ચીની યુદ્ધજહાજોની હવાઈ માર્ગે લેવાયેલી તસવીરો પુરાવા તરીકે જારી કરી છે.

Taiwan tracks Chinese warships near Penghu amid rising “grey-zone” pressure

ચીનની આ સતત વધતી જતી ઘૂસણખોરી પાછળ એક મોટી રણનીતિ હોવાનું મનાય છે. ચીન તાઈવાનને પોતાનો અભિન્ન અંગ માને છે અને લોકશાહી ઢબે શાસિત આ ટાપુને ડરાવવા માટે લગભગ દરરોજ પોતાના યુદ્ધવિમાનો અને જહાજો તેના હવાઈ અને દરિયાઈ ક્ષેત્રમાં મોકલતું રહે છે. તાઈવાન સરકાર દ્વારા વારંવાર કરવામાં આવતી આંતરરાષ્ટ્રીય સ્તરની નિંદા છતાં ચીન પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરવાનું છોડતું નથી. સામાન્ય રીતે તાઈવાન ચીની વિમાનોની વિગતો દરરોજ આપે છે, પરંતુ યુદ્ધજહાજોની હિલચાલ વિશે વિગતવાર નિવેદન માત્ર ત્યારે જ આપવામાં આવે છે જ્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર હોય અથવા વિમાનવાહક જહાજો સામેલ હોય.

Chinese warships pass Taiwan Strait as Beijing ramps up war fears | World |  News | Express.co.uk

આ વિવાદમાં ચીનનો પક્ષ પણ આક્રમક રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં ચીનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે તાઈવાનની આસપાસ તેમની સૈન્ય પ્રવૃત્તિઓ ‘સંપૂર્ણપણે ન્યાયસંગત અને યોગ્ય’ છે. ચીને આ વધતા તણાવ માટે તાઈપેઈ (તાઈવાન) સરકારને જવાબદાર ગણાવી હતી. બીજી તરફ, તાઈવાન બીજિંગના સંપ્રભુતાના દાવાઓને પાયાવિહોણા ગણાવીને ફગાવી દે છે. તાઈવાનનું સ્પષ્ટપણે કહેવું છે કે ટાપુનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર માત્ર ત્યાંના લોકો પાસે છે. ચીન અને તાઈવાન વચ્ચેના આ ગજગ્રાહમાં અત્યાર સુધી ચીનના સંરક્ષણ મંત્રાલયે તાજેતરની આ જહાજ ઘૂસણખોરીની ઘટના પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.

20190710 china up main

વૈશ્વિક નિષ્ણાતો માને છે કે જો ચીન પોતાની સૈન્ય કાર્યવાહી તેજ કરશે, તો અમેરિકા પણ આ સંઘર્ષમાં કૂદી શકે છે, જે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત સમાન હશે. રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ બાદ હવે એશિયામાં આ નવો મોરચો ખુલવાની શક્યતાએ સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. પેન્ઘુ ટાપુઓ પાસે ચીની જહાજોની હાજરી એ માત્ર સૈન્ય અભ્યાસ નથી, પરંતુ તાઈવાનના સંરક્ષણ કવચને તપાસવાનો ચીનનો એક પ્રયાસ હોઈ શકે છે. આગામી દિવસોમાં આ વિસ્તારમાં સૈન્ય જમાવટ વધવાની પૂરેપૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *