પાકિસ્તાનને ઝટકો

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ!

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? 1 - image

UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો?

દુનિયામાં પેટ્રોલ-ડીઝલ ક્યારે ખતમ થશે? જાણો ભારત અને પાકિસ્તાન પાસે કેટલા  દિવસનો સ્ટોક છે | world oil reserves india pakistan fuel crisis 2026

સંયુક્ત આરબ અમીરાતે ક્રૂડ ઓઈલ ઉત્પાદન કરતા દેશોના સંગઠન OPECમાંથી બહાર નિકળવાનો નિર્ણય લઈને સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. યુએઈ OPEC નિયમોથી હટીને પોતાની ક્રૂડ ઓઈલ ક્ષમતા વધારવા માંગે છે, તેથી તેણે પહેલી મેથી ઓપેકમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. યુએઈના આ નિર્ણયથી ભારતને ફાયદો થવાની શક્યતા છે. યુએઈ અને સાઉદી વચ્ચે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે, જ્યારે તાજેતરમાં જ સાઉદી અને પાકિસ્તાને મજબૂત ભાગીદારી કરી છે.

Iran War: India Oil Reserves & Hormuz Backup Options

યુએઈના આ નિર્ણયના કારણે વૈશ્વિક માર્કેટમાં ઓઈલની સપ્લાય વધવાની શક્યતા છે, તે વધ્યા બાદ ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. ભારત લગભગ ૮૬ % ક્રૂડ ઓઈલ આયાત કરે છે, તેથી ઓપેકમાં થતી હિલચાલ સીધી ભારતને અસર કરશે.

OPEC+ Stands Firm As Global Oil Demand Teeters | OilPrice.com

યુએઈ ઓપેકમાંથી ખસીને ક્રૂડ ઓઈલ ક્ષમતા વધારશે તો વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવ ઘટશે, તેનાથી ભારત સહિતના દેશોને આયાત કરેલું ઓઈલ સસ્તુ મળશે અને તેના કારણે મોંઘવારીમાં પણ રાહત મળશે. યુએઈ ભારતનો મિત્ર દેશ છે અને બંને દેશો વચ્ચે અનેક સેક્ટરોમાં ભાગીદારી છે, યુએઈ ઓઈલ ક્ષમતા વધારશે તો ભારતેને તેનો ફાયદો થશે. બીજીતરફ પાકિસ્તાન માટે આ સ્થિતિ આર્થિક દબાણ અને રણનીતિ સમસ્યા વધારવાની બની શકે છે.

वर्चस्वाची लढाई - विवेक मराठी

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે યુએઈએ ઓપેકમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન યુએઈએ ઈરાનના હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, તેને ખાદી સહયોગ પરિષદ (GCC)ના દેશોનો પણ સાથ મળ્યો ન હતો, જેની તેને આશા હતી. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરીને પાછીપાની કરી છે. આ જ કારણે યુએઈ સૈન્ય દ્રષ્ટિએ પોતે અસુરક્ષિત હોવાનું અનુભવી રહ્યો છે.

Major Shock in the Oil Market; UAE Exits OPEC After 60 Years, Global Prices  Could Rise | Dynamite News

યુએઈનું માનવું છે કે, પાકિસ્તાને મધ્યસ્થાની ભૂમિકા નિભાવી ઈરાન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું નથી, જેના કારણે તે નારાજ થયું છે. આ જ કારણે યુએઈએ પાકિસ્તાનને આપેલા ૩.૫ અબજ ડૉલરનું દેવું સમય પહેલા માંગી લીધું છે. આ રકમ પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારનો મોટો હિસ્સો હતો. જોકે પછી સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ત્રણ અબજ ડૉલરની લોન આપીને રાહત આપી છે. આ ઉપરાંત સાઉદીએ 5 અબજ ડૉલરની ક્રેડિટ આપવાનું પણ વચન આપ્યું છે. સપ્ટેમ્બર-૨૦૨૫ માં પાકિસ્તાન-સાઉદી અરેબિયા વચ્ચે સંરક્ષણ સમજૂતી થઈ હતી, તે મુજબ સાઉદીને પોતાની સુરક્ષા માટે જ્યારે જરૂર પડે ત્યારે પાકિસ્તાન પાસેથી પરમાણુ અને મિસાઈલો માંગી શકે છે. જ્યારે ઈરાને હુમલા કર્યા ત્યારે સમજૂતી મુજબ પાકિસ્તાને સાઉદીને મદદ કરવાની ખાતરી આપી હતી.

Why is UAE exiting OPEC amid Strait of Hormuz closure and the impact on  crude oil - World News | The Financial Express

ઓપેક મધ્ય-પૂર્વમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણ કરતા દેશોનું જૂથ છે. આ જૂથ દુનિયામાં ઓઈલના ઉત્પાદન અને ભાવ પર નિયંત્રણ ધરાવે છે ત્યારે યુએઈની ઓપેકમાંથી બહાર નીકળવાની જાહેરાતને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત તરીકે જોવામાં આવે છે. ટ્રમ્પ લાંબા સમયથી ઓપેક સંગઠન પર ઓઈલના ભાવ વધારીને દુનિયાનું શોષણ કરવાનો આક્ષેપ કરતા રહ્યા છે. ટ્રમ્પે અમેરિકાના ખાડી ક્ષેત્રને અપાતા સૈન્ય સમર્થનને પણ ઓઈલના ભાવ સાથે જોડ્યું છે. તેમનું કહેવું છે કે અમેરિકા ઓપેક સભ્ય દેશોની સુરક્ષા કરે છે, પરંતુ તેઓ ઊંચા ઓઈલભાવથી તેનો ફાયદો ઉઠાવે છે.

Uae Flag PNG Transparent Images Free Download | Vector Files | Pngtree

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ વચ્ચે યુએઈ પોતાની વિદેશ નીતિનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ કારણે સાઉદી અરબ સાથે તેના હિતોનું ઘર્ષણ શરૂ થઈ ગયું છે. સાઉદી આરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સાઉદીમાં વિદેશી રોકાણ આકર્ષવાનું શરૂ કરતા યુએઈ સાથે તેના હિતોનું ઘર્ષણ શરૂ થયું હતું. આર્થિકની સાથે યુએઈ અને સાઉદી વચ્ચે સૈન્ય સંઘર્ષ પણ આ નિર્ણયનું મહત્વનું કારણ છે. જાન્યુઆરી ૨૦૨૬ માં સાઉદીએ યમનમાં યુએઈ સમર્થિત સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલના સ્થળો પર હુમલા કર્યા હતા. સાઉદીએ યમનમાં અલગતાવાદી જૂથોને સમર્થન કરી યુએઈ તેના દેશને અસ્થિર કરવા માંગતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ બંને દેશો વચ્ચે આર્થિક અને પ્રાદેશિક પ્રભુત્વની સ્પર્ધા પણ મહત્વનું કારણ છે.

Check the purity of the fuel yourself, know where to complain against petrol  pump owners

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *