વડોદરામાં વડાપ્રધાન મોદીએ ફરી કહ્યું

વડાપ્રધાન મોદી: ‘સોનાની ખરીદી ટાળો, પેટ્રોલ, ડીઝલ, ગેસ જરૂરિયાત પ્રમાણે વાપરો’…

PM Modi Vadodara Visit Update; Inaugurates Sardardham-3, Road Show PHOTOS  VIDEOS

વડાપ્રધાન ગઈકાલે રવિવાર રાતથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ગત મોડી રાત્રે પીએમ મોદીએ જામનગરમાં બંગાળ જીતની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે બાદ જામનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરી પીએમ મોદીએ આજે સોમવારે સવારે સોમનાથમાં ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં ભાગ લીધો હતો. સાંજે તેઓ સંસ્કારી નગરી વડોદરા પહોંચ્યા. જ્યાં સરદારધામ-૩ ના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીને ‘સરદાર ગૌરવ રત્ન’ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

PM Modi Re-emphasises Forex, Oil Burden Reduction Amid West Asia Crisis

વડાપ્રધાને સરદારધામના લોકાર્પણ બાદ રોડ શોના માધ્યમથી ગદા સર્કલથી જૂના એરપોર્ટના ગેટ સુધી જાહેર યાત્રા કરીને લોક અભિવાદન ઝીલ્યું હતું, જેમાં વડોદરાની જનતાએ પોતાના લોકલાડીલા જનનાયકને ભારે હર્ષોલ્લાસ અને ઉમળકાભેર આવકાર્યા હતા. અંદાજે દોઢ કિલોમીટર લાંબા આ ઐતિહાસિક માર્ગ પર વડોદરાવાસીઓમાં પીએમ મોદીની ઝલક જોવા અને તેમનું અભિવાદન કરવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. 

PM Modi Vadodara Visit Preparations; Airport Highway Review

ગઈ કાલે હૈદરાબાદ બાદ આજે વડોદરામાં વડાપ્રધાન મોદીએ ફરી કહ્યું કે જ્યાં સુધી સામાન્ય સ્થિતિ ન થાય ત્યાં સુધી સોનાની ખરીદી ટાળો, પેટ્રોલ, ડીઝલ, ગેસ જરૂરિયાત પ્રમાણે વાપરો, ખાદ્ય તેલનો ઉપયોગ ઓછો કરો, ઑફિસમાં વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા ગોઠવો, વિદેશમાં લગ્ન કરવા તેમજ ફરવા જવાનું ટાળો, ભારતમાં પ્રવાસને મહત્ત્વ આપો, વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરો, શાળાઓ પણ ઓનલાઇન ક્લાસીસને મહત્ત્વ આપો. આ નાના નાના પ્રયાસ જો ૧૪૦ કરોડ લોકો એક સાથે અનુસરે તો રાષ્ટ્રની તાકાત વધશે. જેનાથી આવેલું સંકટ ભારતની પ્રગતિ અને વિકાસને અવરોધે નહીં.

Extremely delighted to be in this great city: PM Modi expresses gratitude  to Vadodara after roadshow | DD News

‘બંગાળ, આસામ અને પુડુચેરીના પરિણામથી દેશ ખુશ, ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં પણ શાનદાર પરિણામ આવ્યું, જેની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. ગુજરાતની જનતાએ હંમેશા રાજનૈતિક સ્થિરતાને મહત્ત્વ આપ્યું, આ લોકોની દૂરદર્શિતા છે, જ્યાં રાજનૈતિક સ્થિરતા ત્યાં અર્થ વ્યવસ્થાને ગતિ, ગુજરાતે આ વાત પહેલાથી સમજી લીધી છે, જેનું પરિણામ વિકાસના નામે મળી રહ્યું છે’

‘તમારા કાર્યક્રમનો હિસ્સો મને સુખદ લાગે છે અને લાગે છે કે ઘરમાં આવ્યો છું. કારણ કે તમારી વચ્ચે આવીને સમાજની શક્તિનો અહેસાસ થાય છે. જ્યારે ક્યાંય વાસ્તવિક બદલાવ થાય છે તે સમાજની સામુહિક તાકાતથી જ થાય છે. વડોદરામાં સરદાર ધામ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ થઈ રહ્યો છે આજનો આ દિવસ પુણ્ય પર્વથી ઓછો નથી’

‘સરદારધામ-3’ની ખાસિયતો

વડોદરામાં પાટીદાર સમાજ દ્વારા ભવ્ય નિર્માણ

૪.૭૫ લાખ સ્ક્વેર ફૂટની જગ્યા, આશરે ૧૫૦ કરોડનો ખર્ચ 

૨૦૦૦ દીકરા-દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ

દીકરીઓ માટે માત્ર ૧ રૂપિયો ફી અને હાઈટેક સુરક્ષા પ્રણાલી 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *