પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી

Premanand Maharaj Health Update: Thousands of Devotees Wait in Vrindavan as  Dialysis Becomes Daily

પ્રેમાનંદ મહારાજ દરરોજ સવારે કેલી કુંજ આશ્રમથી સૌભરી કુંડ સુધી દોઢ કિલોમીટર ચાલીને જાય છે. પ્રેમાનંદ મહારાજના લાખો અનુયાયીઓ છે, જેમા વિરાટ કોહલીથી લઇ હેમા માલિની સહિત ઘણા જાણીતા લોકો સામેલ છે.

Premanand Ji Health Declines; Private Darshan Stopped Indefinitely |  Prayagraj

વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજની તબિયત ફરી એકવાર બગડી છે. આ કારણે તેમની પદયાત્રા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. એટલું જ નહીં, તેમના દર્શન પણ અટકાવી દેવામાં આવ્યા છે. આ સમાચાર બાદ લાખો ભક્તો અને અનુયાયીઓ ચિંતાતુર છે.

Premanand Ji Health Declines; Private Darshan Stopped Indefinitely |  Prayagraj

રવિવારે મોડી રાત્રે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વૃંદાવન પહોંચ્યા હતા, પરંતુ પ્રેમાનંદ મહારાજ રાબેતા મુજબ સવારે ૦૩:૦૦ વાગ્યે પદયાત્રા માટે નીકળ્યા ન હતા. આશ્રમ માંથી તેમના શિષ્યો તેમના સ્થળે આવ્યા હતા અને લાઉડસ્પીકર દ્વારા ભક્તોને આ વિશે જાણ કરી હતી.

Premanand Ji Maharaj Health: report details

શિષ્યોએ કહ્યું કે, પ્રેમાનંદ મહારાજજીની અસ્વસ્થતાના કારણે આજથી પદયાત્રા મુલતવી રાખવામાં આવી રહી છે. ભક્તોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ રસ્તાની બાજુમાં ભીડ ન કરે અને વ્યવસ્થા જાળવી રાખે. આ ઘોષણા બાદ શ્રદ્ધાળુઓને દર્શન કર્યા વગર પરત ફરવું પડ્યું હતું. આશ્રમ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે મહારાજજી છેલ્લા ૨૧ વર્ષથી કિડનીની ગંભીર બીમારી સામે લડી રહ્યા છે. અચાનક તબિયત બગડવાને કારણે ડોક્ટરની સલાહ પર તેમને આરામ આપવામાં આવી રહ્યો છે.

Premanand Maharaj Health Update: Thousands of Devotees Wait in Vrindavan as  Dialysis Becomes Daily

પદયાત્રા અનિશ્ચિત સમય માટે સ્થગિત

આશ્રમે હજુ સુધી પ્રેમાનંદ મહારાજની પદયાત્રા અને દર્શન ફરી શરૂ થવા વિશે કોણ જાણકારી આપી નથી. પ્રેમાનંદ મહારાજ દરરોજ સવારે કેલી કુંજ આશ્રમથી સૌભરી કુંડ સુધી દોઢ કિલોમીટર ચાલે છે. પ્રેમાનંદ મહારાજ માત્ર આધ્યાત્મિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે. 

Prayagraj man offers prayer in Madinah for Premanand Maharaj's well-being  Says, 'May Allah grant him speedy recovery'; saint suspended 'padyatra' for  10 days

પ્રેમાનંદ મહારાજના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ

તેમના યુટ્યુબ પર લગભગ ૭૬ લાખ, ઇન્સ્ટાગ્રામ પર ૨૪ લાખ અને ફેસબુક પર ૧૦ લાખથી વધુ ફોલોઅર્સ છે. ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની સાથે આશુતોષ રાણા, હેમા માલિની, મીકા સિંહ અને અન્ય ઘણી જાણીતી હસ્તીઓ પણ તેમના ફોલોઅર્સ હોવાનું કહેવાય છે.

Sant Premanand Maharaj Padyatra Mathura Vrindravan Braj ki Holi

પ્રેમાનંદ મહારાજનો જન્મ ક્યાં થયો હતો?

પ્રેમાનંદ મહારાજનો જન્મ ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના નરવાલ તાલુકાના અખરી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ શંભુ નારાયણ પાંડે અને માતાનું નામ રમા દેવી હતું. પ્રેમાનંદ ત્રણ ભાઈઓમાં વચલા હતા. તેઓ બાળપણથી જ આધ્યાત્મિક હતા અને આઠમા ધોરણ સુધી અભ્યાસ કરતો હતો. તેમણે ગુરુ ગૌરી શરણજી મહારાજ પાસેથી દીક્ષા મેળવી હતી.

Premanand Maharaj Dialysis Process Explained | Kidney Failure Disease

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *