ક્રિકેટના નિયમોમાં ધરખમ ફેરફારના એંધાણ!

Cricket Bat Swing PNG Transparent Images Free Download | Vector Files |  Pngtree

ક્રિકેટ જગતમાં આગામી દિવસોમાં બહુ મોટા અને ચોંકાવનારા ફેરફારો જોવા મળી શકે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ક્રિકેટ રમવાના નિયમોમાં એવા ધરખમ ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે, જેણે રમત જગતમાં ભારે હલચલ મચાવી દીધી છે. સૌથી મોટો અને આશ્ચર્યજનક પ્રસ્તાવ ટેસ્ટ ક્રિકેટને લઈને છે, જ્યાં હવે એક જ મેચ દરમિયાન લાલ અને ગુલાબી બોલ બંનેનો ઉપયોગ જોવા મળી શકે છે. આ સિવાય વનડેમાં કોચની મેદાન પર એન્ટ્રી અને ટી૨૦ના બ્રેક ટાઇમમાં ઘટાડો કરવા જેવા ૪ મોટા નિયમો લાઈનમાં છે.

ICC plans massive rule change: Head coach referrals, red-to-pink ball  switch among major calls

તમામ પ્રસ્તાવો પર આગામી ૩૦ મે ૨૦૨૬ ના રોજ અમદાવાદમાં યોજાનારી આઈસીસી બોર્ડ મીટિંગમાં અંતિમ મંજૂરી મળી શકે છે. આ નવા નિયમો ૧ ઓક્ટોબર ૨૦૨૬ થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સત્તાવાર રીતે લાગુ કરવામાં આવશે. આ પ્રસ્તાવો પર આઈસીસી ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટીની વર્ચ્યુઅલ મીટિંગમાં ચર્ચા થઈ ચૂકી છે, જેમાં ક્રિકેટ કમિટીના ચેરમેન સૌરવ ગાંગુલી પણ સામેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *