વડોદરા: સફાઈ અભિયાનમાં ‘ફોટો સેશન’નો આક્ષેપ

વડોદરા શહેરમાં સફાઈ કામગીરીને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. વોર્ડ નં. ૧૨ હેઠળ આવતી ઝવેરચંદ પાર્ક સોસાયટીમાં કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ દ્વારા માત્ર ફોટોગ્રાફ માટે કચરો નાખી કામગીરી બતાવાતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, કોર્પોરેશનના કર્મચારી એક મકાન પાસે રહેલા ખાલી ડસ્ટબીનમાં કચરો નાખી રહ્યા છે. આ દરમિયાન સોસાયટીની મહિલાઓએ કર્મચારીઓને પ્રશ્ન કર્યો હતો કે “અહીં કચરો શા માટે નાખો છો?” તેના જવાબમાં કર્મચારીઓએ “કચરો પાછો લઈ લઈશું” એવું કહ્યું હોવાનું વીડિયોમાં સંભળાઈ રહ્યું છે.

My Vadodara - Apps on Google Play

સ્થાનિક મહિલાઓએ કર્મચારીઓને ઠપકો આપતાં કહ્યું હતું કે, ‘સફાઈ કામગીરી વાસ્તવમાં કરવાની જગ્યાએ માત્ર ફોટા પાડી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.’ મહિલાઓના વિરોધ બાદ કર્મચારીઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા.

સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરનાર એક જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ, કોર્પોરેશનના અંદાજે ૨૦ જેટલા સફાઈ કામદારો સોસાયટીમાં પહોંચ્યા હતા. તેઓ દરેક ઘરના ગેટ પાસે સૂકો અને ભીનો કચરો ડસ્ટબીનમાં મૂકી ત્યારબાદ સાથે લાવેલા મોટા ડ્રમમાં તે કચરો ફરીથી ભેગો કરતા હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને મેડિકલના બિલો મેળવવામાં ધરમધક્કા  | employees of Vadodara Municipal Corporation in getting medical bills -  Gujarat Samachar

જાગૃત નાગરિકના મતે ભીના અને સૂકા કચરાને અલગ પાડવા અંગે લોકોને માર્ગદર્શન આપવાની જગ્યાએ માત્ર દેખાવ માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *