ગુજરાતમાં વસ્તી ગણતરી ૦૧ જૂનથી શરૂ

ગુજરાતમાં વસ્તી ગણતરી ૦૧ જૂનથી ૩૦ જૂન દરમિયાન ચાલશે. આ વખતે જનગણના માટે ડિજિટલ માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવશે. વસ્તી ગણતરી દરમિયાન આ ૩૩ સવાલ પૂછવામાં આવશે.

ગુજરાતમાં વસ્તી ગણતરી આજે ૦૧ જૂન, ૨૦૨૬ થી શરૂ થઇ છે. ગુજરાતમાં પ્રથમ તક્કાની વસ્તી ગણતરી ૦૧ જૂન થી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન થશે. દેશની આઝાદી બાદ ૮ મી જનગણના છે. સૌથી ખાસ વાત એ છે કે, આ વખતે વસ્તી ગણતરીમાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વસ્તી ગણતરી દરમિયાન અધિકારી દ્વારા આવાસની સ્થિત, કુટુંબની વિગત, લિંગ, શૌચાલય, પીવાના પાણીના સ્ત્રોત, ઇલેક્ટ્રિક ઉપકરણો અને અનાજ સહિત ઘણા પ્રશ્નો પૂછવામાં આવશે.

Gujarat Census 2027

૧ લાખથી વધુ ગણતરીદારોની ટીમ વસ્તી ગણતરી કરશે

ગુજરાતમાં વસ્તી ગણતરીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ રાજ્યના દરેક જિલ્લા, તુલાકા અને ગામમાં ઘરે ઘરે ફરીને લોકોની વિગતો એકઠી કરશે. ગુજરાત રાજ્યમાં ૦૧ જૂન, ૨૦૨૬ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન નિયુક્ત જનગણના અધિકારીઓ દ્વારા ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરવાની ઘરયાદીની કામગીરી (HLO) ખાસ કરીને જનગણના ફિલ્ડ કાર્ય માટે રચાયેલ ઘરયાદીની મોબાઇલ એપ્લિકેશન (HLO એપ્લિકેશન) દ્વારા કરવામાં આવશે. નોંધનિય છે કે, કેન્દ્રીય મંત્રીમંડળે ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ દેશમાં જનગણના માટે ₹ ૧૧,૭૧૮.૨૪ કરોડના બજેટને મંજૂરી આપી છે. 

Gujarat To Begin Two-Phase Census Exercise In April; Population Enumeration  Scheduled For February 2027

વસ્તી ગણતરી અધિકારી આ ૩૩ સવાલ પૂછશે

A Social Updation: CENSUS 2027 To Officially Begin In Gujarat From 1 June |  English Bombay Samachar

લીટી નંબર

મકાન નંબર

જનગણના ઘર નબંર

ભોંયતળિયામાં વપરાયેલી મુખ્ય સામગ્રી

દિવાલમાં વપરાયેલી મુખ્ય સામગ્રી

મકાનની છતમાં વપરાયેલી મુખ્ય સામગ્રી

ઘરનો ઉપયોગ શેની માટે થાય છે

ઘરની સ્થિતિ

કુટુંબ નંબર

મકાનમાં રહેતા વ્યક્તિઓની કુલ સંખ્યા

કુટંબના મુખ્ય વ્યક્તિનું નામ

લિંગ

ઘર માલિકનો દરજ્જો

મકાનમાં રૂમની સંખ્યા

મકાનમાં રહેતા પરિણીત દંપતીની સંખ્યા

પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત

પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા

પ્રકાશનો મુખ્ય સ્ત્રોત

શૌચાલયનો ઉપયોગ

શૌચાલયનો પ્રકાર

ગંદા પાણીના નિકાલનું જોડાણ

મકાનમાં બાથરૂમની ઉપલબ્ધતા

રસોડું અને LPG/PNG જોડાણ

રસોઇ બનાવવા માટે શેનો ઉપયોગ કરો છો

રેડિયો/ ટ્રાન્ઝીસ્ટર

ટેલિવિઝન

ઇન્ટરનેટનો ઉપયોગ

લેપટોપ/ કોમ્પ્યુટર

ટેલિફોન/ મોબાઇલ ફોન/ સ્માર્ટફોન

સાયકલ અને સ્કૂટર / મોટર સાયકલ / મોપેડ

કાર/ જીપ / વાન

કુટુંબ દ્વારા ભોજન માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ

મોબાઇલ નંબર

Gujarat Census to be conducted in two phases; house listing from April 2026  | DeshGujarat

જનગણના માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ, ૧૬ ભાષામાં મોબાઇલ App

ગુજરાતમાં વસ્તી ગણતરી માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જનગણના માટે મોબાઇલ એપથી ડેટા એક્ત્ર કરવામાં આવશે સાથે સાથે જાહેર જનતા માટે સ્વ ગણતરીનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ અને iOS મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે, જે ગુજરાતી સહિત કુલ ૧૬ ભાષામાં ઉપલબ્ધ છે. નાગરિકો પોતે જ પોતાની વિગતો ઓનલાઈન ભરી શકે તે માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration)નો વિશેષ વિકલ્પ આપ્યો છે.

Census Management

પૂછપરછ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ઉપલબ્ધ

વસ્તી ગણતરી વિશે કોઇ સવાર કે પૂછપરછ કરવી મૂંઝવણ હોય તો ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૫૫ અને અધિકૃત વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક કરી શકાય છે.

Census-2027: Gujarat to launch digital houselisting exercise on June 1 -  The Economic Times

વસ્તી ગણતરીનો બીજો તબક્કો ક્યારે શરૂ થશે?

ગુજરાતમાં જનગણના માટેનો બીજો તબક્કો ૯ થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં વસ્તી ગણતરી તેમજ જાતિ ગણતરીની માહિતી એક્ત્ર કરવામાં આવશે, જે સંપૂર્ણ ભારતભરમાં એકસાથે હાથ ધરવામાં આવશે.

Gujarat Census Postponed Due to Local Elections; New Dates Later

૩.૭૫ લાખ નાગરિકોએ સ્વ ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી

ગુજરાતમાં જનગણના ૨૦૨૭ ના ભાગ રૂપે રાજ્યમાં ૧૭ થી ૩૧ મે ૨૦૨૬ સુધી સ્વ-ગણતરી અભિયાન ચલાવ્યું હતું. જે અંતર્ગત ૩૦ મે, ૨૦૨૬ સુધીમાં ગુજરાતમાંથી ૩.૭૪ લાખથી વધુ નાગરિકોએ સ્વ ગણતરી પ્રક્રિયા દ્વારા નોંધણી કરાવી હતી. જેમાંથી ૩.૩૦ લાખથી વધુ ફોર્મ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે, જ્યારે લગભગ ૪૪ હજાર અરજીઓ પ્રક્રિયા હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *