જી૭ સમિટ ૨૦૨૬: તણાવ વચ્ચે આમને સામને હશે પીએમ મોદી અને ટ્રમ્પ

પીએમ મોદી હાલમાં સ્લોવાકિયાની મુલાકાતે છે અને ત્યાંથી તેઓ સીધા ફ્રાન્સના એવિયન ખાતે યોજાનારી જી૭ સમિટ ૨૦૨૬ માં ભાગ લેવા માટે પહોંચશે. આ સમિટ ૧૬ અને ૧૭ જૂનના રોજ યોજાવા જઈ રહી છે. ભારત માટે આ ગર્વની વાત છે કારણ કે ભારતને આઠમી વખત આ પ્રતિષ્ઠિત સમિટમાં આમંત્રિત કરવામાં આવ્યું છે. પીએમ  મોદી આ આંતરરાષ્ટ્રીય મંચ પરથી ‘ગ્લોબલ સાઉથ’ એટલે કે વિકાસશીલ દેશોની આકાંક્ષાઓ અને તેમના અધિકારોનો અવાજ ઉઠાવશે.

PM Modi France Visit | Meet Macron at G7 Summit 2026

પીએમ મોદીએ પોતાની યુરોપ યાત્રા પર રવાના થતા પહેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘જી૭ સમિટમાં ભારતની હાજરી એ આપણા વૈશ્વિક પ્રભાવ અને ભાગીદારોના વિશ્વાસને દર્શાવે છે.’ તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત આ મંચ પર માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ ગ્લોબલ સાઉથના દેશોના વિકાસ અને તેમની ચિંતાઓ માટે પણ અવાજ ઉઠાવશે.

India News: Latest India News, Today's breaking News Headlines & Real-time  News coverage from India | Hindustan Times

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે જી૨૦, સંયુક્ત રાષ્ટ્ર (UN) અને ‘વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ’ જેવા માધ્યમો દ્વારા વિકાસશીલ દેશોની આર્થિક અને સામાજિક સમસ્યાઓને મજબૂત રીતે રજૂ કરી છે. આ ઉપરાંત, ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી બેઠકોના વિસ્તરણ દ્વારા વૈશ્વિક સુધારાની માંગ પણ કરી રહ્યું છે. બ્રિક્સ (BRICS) સંગઠન પણ પશ્ચિમી દેશોના પ્રભુત્વ સામે ગ્લોબલ સાઉથના દેશોને એક મંચ પૂરું પાડવાનો ભારતનો એક મહત્ત્વનો પ્રયાસ છે.

India at G7: Trump's invite to Modi a start but membership a long way away

જી૭ સમિટ દરમિયાન સૌથી વધુ ધ્યાન પીએમ મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાનારી સંભવિત બેઠક પર છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે, આ બંને નેતાઓ સમિટની વચ્ચે અલગથી મુલાકાત કરશે. આ મહત્ત્વની બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે કેટલાક મુદ્દાઓને કારણે પરસ્પર સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે.

US-Iran peace deal | Pakistan confirms US-Iran peace deal, Switzerland  ceremony set for June 19 - Telegraph India

હાલમાં જ ઓમાનની ખાડીમાં વાણિજ્યિક જહાજો પર થયેલા હુમલામાં કેટલાક ભારતીય ખલાસીઓના મોત થયા છે. ભારતે આ મામલે અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો છે અને વિદેશ મંત્રાલયે અમેરિકન રાજદ્વારી જેસન મીક્સને પણ સમન્સ પાઠવ્યા છે. આ સિવાય, ભારત-પાકિસ્તાન વચ્ચે ‘ઓપરેશન સિંદૂર’ના કારણે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ, ભારત દ્વારા રશિયન ઓઇલની ખરીદી અને ટેરિફ વિવાદને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો થોડા તણાવપૂર્ણ રહ્યા છે. જોકે, આ તણાવ વચ્ચે પણ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંતિમ તબક્કામાં છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે.

India's Reform Express Won't Stop, This Decade Is About Disruption And  Development: PM Modi At

આ વર્ષે જી૭ સમિટનું આયોજન ફ્રાન્સની અધ્યક્ષતામાં એવિયન શહેરમાં થઈ રહ્યું છે. આ સમિટમાં વૈશ્વિક ભૌગોલિક રાજકીય પડકારો, યુક્રેન યુદ્ધ અને મિડલ ઈસ્ટના સંઘર્ષો પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત, આજના સમયની સૌથી મોટી ટેક્નોલોજી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના નિયમન અને સંતુલિત આર્થિક વિકાસ પર પણ ગહન ચર્ચા કરવામાં આવશે.

PM Modi's Hyderabad Visit: Here are the roads to avoid on Sunday

તમને જણાવી દઈએ કે જી૭ ગ્રૂપમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. આ વર્ષે ભારતની સાથે ચીન, બ્રાઝિલ, કેન્યા અને દક્ષિણ કોરિયા જેવા દેશોના પ્રતિનિધિઓને પણ આ સમિટમાં વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *