જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર પર હુમલો

રાજસ્થાનના જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે પર હુમલો થયો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન એક અજ્ઞાત યુવકે અભિજીત પર હુમલો કરી દીધો. યુવકે અભિજીતને એક પછી એક ઘણી થપ્પડ મારી. ત્યારબાદ અભિજીતના સમર્થકોએ યુવકને પકડીને ભારે માર માર્યો અને ત્યાં હંગામો મચી ગયો.

VIDEO: જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર પર હુમલો, અભિજીત દીપકેને યુવકે માર્યા લાફા 1 - image

જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે NEET પેપર લીક, શિક્ષણ વ્યવસ્થા અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને જયપુરમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ભીડમાંથી એક યુવકે અભિજીત દીપકેને એક પછી એક ઘણી થપ્પડ જડી દીધી. CJP સંસ્થાપક દીપકેને થપ્પડ મારવાનો વીડિયો પણ સામે આવ્યો છે. માહિતી અનુસાર, ભીડની વચ્ચે ત્રણ લોકો એક સાથે પહોંચ્યા, જેમાંથી એકે આગળ વધીને અભિજીત દીપકેને તાબડતોડ ઘણી થપ્પડ જડી દીધી. બાદમાં તરત જ પોલીસે થપ્પડ મારનારને કસ્ટડીમાં લીધો અને વિધાયકપુરી પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.

Amritsar Protest: NEET Aspirants Seek Justice | Cockroach Janata Party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *