મમતા દીદી બાદ હવે ઉદ્ધવ ઠાકરેનો વારો?

Operation Tiger Maharashtra

દેશના રાજકારણમાં પક્ષપલટાની મોસમ ફરી એકવાર પૂરા જોશમાં ખીલી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૨૦ સાંસદો ત્રિપુરાની એક લગભગ ગુમનામ પાર્ટીમાં સામેલ થઈ જતાં ત્યાં બળવાની પ્રક્રિયા સત્તાવાર રીતે પૂરી થઈ ચૂકી છે. પરંતુ આ ‘ખેલા’ ખતમ થતાંની સાથે જ હવે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સામે ફરી એકવાર વર્ષ ૨૦૨૨ જેવો જ મોટો પડકાર અને રાજકીય ખતરો મંડરાવા લાગ્યો છે. 

If Mamata Banerjee going to Next Uddhav Thackeray who are supposed to left  TMC 50 विधायक, 20 सांसदों के TMC छोड़ने की अटकलें; कहीं उद्धव जैसा न हो जाए  ममता बनर्जी का

ભારતીય રાજકારણમાં અત્યાર સુધી ‘ઓપરેશન લોટસ’ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે. પરંતુ કોરોના વાયરસની જેમ હવે આ ઓપરેશનના પણ નવા-નવા વેરિઅન્ટ્સ સામે આવવા લાગ્યા છે. કોરોનાના નવા વેરિઅન્ટ ભલે ઓછા અસરકારક હોય, પરંતુ ઓપરેશન લોટસના આ નવા વેરિઅન્ટ્સ વધુ આક્રમક અને જોખમી સાબિત થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યારે આવું જ એક નવું નામ ચર્ચામાં છે – ‘ઓપરેશન ટાઈગર’, જેના પ્રારંભિક લક્ષણો ધીમે-ધીમે દેખાવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર આ બધી જ હિલચાલને આવરી લેતું એક નવું નામ પણ વહેતું થયું છે, જેને ‘ઓપરેશન ડિલિમિટેશન’ તરીકે ઓળખવામાં આવે છે.

Battle of real 'TMC' begins as rebel MPs merge with Nationalist Citizens  Party | Kolkata News - The Times of India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *