યુપીના નાયબ સીએમ નો દાવો

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… ૨૬ સાંસદો બળવાની તૈયારીમાં

Akhilesh Yadav hits back at Deputy CM Keshav Row centres on claims of SP  MLAs defecting and OBC leadership battle ahead of 2027

મહારાષ્ટ્રમાં શિવસેના અને પશ્ચિમ બંગાળમાં ટીએમસી માં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે ચોંકાવનારો દાવો કર્યો છે કે, સમાજવાદી પાર્ટીના ૨૫ થી ૨૬ સાંસદો હાલમાં પક્ષ બદલવા અને પાર્ટી તોડવા માટે સંપૂર્ણ તૈયાર બેઠા છે. મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરેના પક્ષોમાં થયેલા ભંગાણ બાદ હવે અખિલેશ યાદવની પાર્ટીનો વારો હોવાના ભાજપ નેતાઓના દાવા વચ્ચે આ નિવેદન આવ્યું છે.

नए अपडेट - केशव प्रसाद मौर्य (आधिकारिक वेबसाइट)

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે સ્પષ્ટ કહ્યું કે, ભાજપ અત્યારે સપાને પોતાની મેળે નથી તોડી રહી. વર્ષ ૨૦૨૭ ની યુપી વિધાનસભા ચૂંટણી સુધીમાં આ નેતાઓ પોતાના આંતરિક વિખવાદના કારણે આપોઆપ જ પક્ષ છોડીને ચાલ્યા જશે.

Double engine is double tank of corruption": Akhilesh Yadav slams UP govt  over Ram Temple donation irregularities, questions SIT probe

આ અગાઉ, રાજ્ય સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભરે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું હતું કે, સમાજવાદી પાર્ટીમાં બહુ મોટું ભંગાણ થવાનું છે. રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ સોંપ્યો છે. તેમણે ખનન અને ગોમતી રિવર ફ્રન્ટ કૌભાંડનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આખો યુપી તેના માસ્ટરમાઇન્ડને જાણે છે અને કાયદાકીય સકંજો કસાવાના ડરથી આખી સપા ભાજપમાં જોડાવા તૈયાર બેઠી છે. આ તરફ યુપીના મંત્રી મનોજ પાંડેયે પણ કટાક્ષ કર્યો કે, સત્તામાં હતા ત્યારે લોકોને ભગાડનારી સપા સાથે આજે કોઈ રહેવા માંગતું નથી.

Confusing': Akhilesh Yadav slams Centre's foreign policy; 'world looks at  who you stand with in bad time' | India News - Times of India

ભાજપના આ તમામ દાવાઓ પર સમાજવાદી પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે. લોકસભામાં નેતા પ્રતિપક્ષ અને સપા ધારાસભ્ય માતા પ્રસાદ પાંડેયે લખનઉમાં વળતો પ્રહાર કરતા કહ્યું કે, ‘ઓમ પ્રકાશ રાજભર પોતે પોતાનામાં જ એક મોટો સ્કેમ છે.’ જ્યારે સપા નેતા રવિદાસ મેહરોત્રાએ રાજભરને બેમોઢાવાળા ગણાવીને કહ્યું કે, તેઓ માત્ર મંત્રી પદ બચાવવા આવા નિવેદનો આપે છે. ૨૦૨૭ માં અખિલેશ યાદવના નેતૃત્વમાં જ સરકાર બનશે અને સપાનો એક પણ નેતા ભાજપમાં નહીં જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *