ફાધર્સ ડે એટલે પિતાના પ્રેમ, મહેનત અને કુટુંબ માટે ત્યાગને સમ્માનિત કરવાનો દિવસ છે. જૂન મહિનાના ત્રીજા રવિવારે દુનિયાભરમાં ઉજવાતા ફાધર્સ ડે પર પિતા પ્રત્યે લાગણી અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા ખાસ શુભેચ્છાઓ, અવતરણો, ફોટા, વોટ્સઅપ સ્ટેટ મેસેજ અને શાયરી આપી છે.

ફાધર્સ ડે એટલે પિતાના પ્રેમ, મહેનત અને કુટુંબ માટે ત્યાગને સમ્માનિત કરવાનો દિવસ છે. દરેક વ્યક્તિના જીવનમાં માતા પિતા બંનેનું ખાસ મહત્વ છે. માતા બાળકને જન્મ આપે છે, તો પિતા બાળકને જીવન કેમ જીવવું તે શીખવે છે. પિતા પ્રત્યે, પ્રેમ, કૃતજ્ઞતા અને લાગણી પ્રગટ કરવાનો દિવસ એટલે ફાધર્સ ડે જે દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવાય છે.

ફાધર્સ ડે પર પિતા પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરવા માટે મોંઘી ભેટ સોગાદ કરતા લાગણીસભર શબ્દો જ પુરતા છે. અહીં ફાધર્સ ડે શુભેચ્છા સંદેશ આપ્યા છે, જેના વડે તમે અત્યાર સુધી તમારા પિતાને જે વાત કહી શક્યા નથી તે સરળ અને હૃદયસ્પર્શી શબ્દોમાં બોલ્યા વગર રજૂ કરી શકાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/06/19/happy-fathers-day-wishes-messages-2026-06-19-15-13-54.jpg)
પિતા લીમડાના પાન જેવા હોય છે, જેના પાન ભલે કડવા હોય પણ છાંયડો હંમેશો ઠંડો હોય છે. – હેપ્પી ફાધર્સ ડે.
/indian-express-gujarati/media/media_files/2026/06/19/fathers-day-2026-wishes-quotes-2026-06-19-15-13-54.jpg)
પિતા એટલે એક એવો વડલો, જે પોતે તડકો વેઠીને આખા પરિવારને શીતળ છાંયડો આપે છે. હેપ્પી ફાધર્સ ડે!
/indian-express-gujarati/media/media_files/2026/06/19/fathers-day-2026-wishes-message-2026-06-19-15-13-54.jpg)
ખિસ્સુ ખાલી હોય તો પણ ના પાડતા નથી જોયા, મેં પિતાથી વધુ શ્રીમંત વ્યક્તિ નથી જોયા. – ફાધર્સ ડે ની શુભકામના
/indian-express-gujarati/media/media_files/2026/06/19/happy-fathers-day-2026-wishes-2026-06-19-15-13-54.jpg)
પાઇ પાઇ ભેગી કરી મારી માટે ખુશી ખરીદતા જોયા છે, પિતા સ્વરૂપે મેં સર્જનકારને જોયા છે. – ફાધર્સ ડેની શુભકામનાઓ
/indian-express-gujarati/media/media_files/2026/06/19/fathers-day-wishes-2026-06-19-15-13-54.jpg)
પિતા એટલે વિશ્વાસ, પિતા એટલે પ્રેરણા, પિતા એટલે પરિવારની હૂંફ. હેપ્પી ફાધર્સ ડે પપ્પા! – હેપ્પી ફાધર્ડ ડે.

વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
