નામ લખેલી રિવોલ્વર અને જીવતા કારતૂસ!

તુર્કીમાં યોજાયેલી નાટો શિખર સંમેલન બાદ એક અદભુત ઘટના સામે આવી છે. તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રેસેપ તૈયપ એર્દોગને વિદાય ગિફ્ટ તરીકે તમામ વિશ્વ નેતાઓને એક-એક રિવોલ્વર ભેટમાં આપીને આશ્ચર્યચકિત કરી દીધા હતા. દરેક નેતાને લાકડાના બોક્સમાં તેમના નામ કોતરેલી વિન્ટેજ હેન્ડગન અને જીવતા કારતૂસ આપવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપ્રમુખ એર્દોગન આ અનોખી ભેટ દ્વારા તુર્કીના સંરક્ષણ ઉદ્યોગની તાકાત દુનિયા સામે પ્રદર્શિત કરવા માંગતા હતા, જે હવે તેમના દેશની વિદેશ નીતિ અને નિકાસનું મુખ્ય હથિયાર બની ગયું છે. નેતાઓને અપાયેલું આ હથિયાર ‘ગુમુસાય ૩૫૭ મેગ્નમ’ હોવાનું મનાય છે. આ ૧૯૯૦ ના દાયકામાં તુર્કીની કંપની MKE દ્વારા બનાવવામાં આવેલી એક દુર્લભ સિક્સ-શૂટર રિવોલ્વર છે. આ બોક્સ પર તુર્કીનો ઝંડો અને નાટોનો લોગો પણ લગાવેલો હતો.



