ઈરાની રાજનયિકને સમન્સ પાઠવ્યા, ભારતીય નાગરિકના મોત પર વિરોધ નોંધાવ્યો

પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. તેને લઇને હવે ભારત સરકારની પણ પ્રતિક્રિયા આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે ભારત ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે
&imwidth=600&imheight=450&format=webp&quality=medium)
પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. તેને લઇને હવે ભારત સરકારની પણ પ્રતિક્રિયા આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે ભારત ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. હિંસામાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે, જ્યારે ઘણા અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ભારતે આ ઘટના પર કડક વલણ અપનાવ્યું છે અને ઈરાનના ડેપ્યુટી મિશન ચીફને બોલાવ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે હોર્મુઝ સ્ટ્રેટથી થતા વેપાર અને શિપિંગની સલામતી પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે આ દરિયાઈ માર્ગ દ્વારા વેપાર સુરક્ષિત રીતે અને કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહે. આ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની આર્થિક પરિસ્થિતિ અને ઊર્જા સુરક્ષા (કાચા તેલની સપ્લાઇ) માટે મહત્વપૂર્ણ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ તણાવને કારણે ભારતે પોતાનો એક નાગરિક ગુમાવ્યો છે અને ઘણા ભારતીયો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ભારત સરકારે આ ઘટનાની સખત નિંદા કરી છે.

