સ્પેશિયલ-૨૬ સ્ટાઇલમાં દાહોદમાં નકલી બેન્ક ખોલી ૨૮.૬૦ લાખનું સોનું ઉઠાવ્યું

Real Life Special 26 in Dahod Renting out an entire bank for 48 hours and  what happened next | દાહોદમાં Real Life 'સ્પેશિયલ 26': 48 કલાક માટે આખેઆખી  બેન્ક ભાડે રાખી, અને પછી જે થયું...

સેટઅપ અસલી હતો. પણ બેન્ક નકલી હતી. માણસ અસલી હતા. પણ પદ નકલી હતા. તમે અક્ષય કુમાર અભિનીત સ્પેશિયલ-૨૬ ફિલ્મ જોઈ હશે. ઠીક આવી જ મોડેસ ઓપરેન્ડીથી દાહોદમાં સોનીના વેપારી પાસેથી ઠગાઈ આચરવામાં આવે છે. શું છે આખી ઘટના? કેવી રીતે ઠગાઈ કરવામાં આવી? તેની ફિલ્મી કહાણી અમે તમને વિગતવાર જણાવી રહ્યા છીએ.

નકલી બેંક ખોલી 28 લાખનું સોનું લૂંટ્યું | NewsKida

વાત છે દાહોદના ગોધરા રોડ ઉપર આવેલા ‘ધ લેન્ડમાર્ક’ કોમ્પ્લેક્સની. જેની બાહર ટ્રાફિકની સામાન્ય ચહલપહલ હતી. કોઈને અંદાજો પણ નહોતો કે આ બિલ્ડિંગના ત્રીજા માળે બોલિવૂડ ફિલ્મ ‘સ્પેશિયલ-૨૬’ જેવી એક એવી સ્ક્રિપ્ટ લખાવા જઈ રહી છે, જે આખા ગુજરાતને ચોંકાવી દેવાની હતી.

નકલી બેંક ખોલી 28 લાખનું સોનું લૂંટ્યું | NewsKida

આ આખી માયાજાળની શરૂઆત થોડા દિવસ પહેલા શરૂ થઈ. ૩ અજાણ્યા યુવાનો દાહોદ પહોંચે છે. તેમની આંખોમાં કોઈ ડર નહોતો, પરંતુ એક જોરદાર પ્લાનિંગ હતું.

દાહોદમાં નકલી બેંક બનાવી 28 લાખના સોનાની ઠગાઈ કરનાર ગેંગ ઝડપાઈ

તેઓ ‘ધ લેન્ડમાર્ક’ કોમ્પ્લેક્સમાં ૪૦ બાય ૪૦ ની એક ભવ્ય ઓફિસ ભાડે રાખે છે. ઓફિસના માલિકને હરિયાણાની એક બેંકનો મોટો ચેક એડવાન્સ ભાડા પેટે પકડાવી દેવામાં આવે છે.

દાહોદમાં ફિલ્મી સ્ટાઈલમાં ઠગાઈનો ચોંકાવનારો કિસ્સોઃ ગઠિયો બોગસ બેંક ઊભી કરી  જ્વેલર્સનું રૂ.30 લાખનું સોનું લઈ પાછલા બારણેથી રફુચક્કર | dahod ...

ત્યારબાદ શરૂ થાય છે અસલી ઓફિસમાં નકલી ખેલ. કમ્પ્યુટરના સ્થાનિક વેપારીને ઓર્ડર આપીને ૫ બ્રાન્ડ ન્યૂ કમ્પ્યુટર સેટ મંગાવવામાં આવે છે. ફર્નિચરવાળાને બોલાવીને ઓફિસને રાતોરાત કોર્પોરેટ લૂક આપવામાં આવે છે. આ તમામ વેપારીઓના હાથમાં લાખો રૂપિયાના ચેક પકડાવી દેવાય છે.

દાહોદમાં માત્ર 9 કલાકમાં ઊભી કરી નકલી બેંક, રૂ. 28.60 લાખના 200 ગ્રામ  સોનાની ફિલ્મી સ્ટાઈલમાં ઠગાઈ - Dahod fake Bank | - News18 Gujarati

સાંજ પડતા સુધીમાં તો ઓફિસની બાહર ચમકતું બોર્ડ લાગી જાય છે.. જેનું નામ હતું ‘ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક’.. બોર્ડ જોઈને કોઈને પણ એવું જ લાગે કે આ અસલી બેન્ક છે. કારણ કે હકીકતમાં આ બેન્ક અસ્તિત્વમાં છે. જેની હેડ ઓફિસ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલું છે. આ બેન્ક મુખ્યત્વે ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સેવા આપે છે. ૨૭ રાજ્યોમાં પોતાની ઓફિસો ધરાવતી આ બેન્ક તો અસલી છે. પણ દાહોદના ગોધરા રોડ ઉપર જે ઓફિસ ખુલી હતી કે નકલી હતી.

દાહોદમાં માત્ર 9 કલાકમાં ઊભી કરી નકલી બેંક, રૂ. 28.60 લાખના 200 ગ્રામ  સોનાની ફિલ્મી સ્ટાઈલમાં ઠગાઈ - Dahod fake Bank | - News18 Gujarati

કોઈને પણ શંકા ન જાય તે રીતે આ ભેજાબાજોએ પોતાની ફિલ્મી કહાણીને આગળ વધારી. તેમણે સ્થાનિક બેરોજગાર યુવક-યુવતીઓનો સંપર્ક કર્યો.

બેંકના ધારાધોરણો મુજબ ઇન્ટરવ્યુ લેવાયા.  અને ગણતરીના કલાકમાં જ સ્ટાફની ભરતી કરી દેવામાં આવી. નોકરી મેળવનારાઓને પણ લાગ્યું કે તેની કિસ્મત રાતોરાત ચમકી ગઈ છે. ૧૫ જુલાઈની સવારે જ્યારે આ નવયુવાનો ફોર્મલ કપડાં પહેરીને ઓફિસ પહોંચ્યા, ત્યારે તેમને લાગ્યું કે તેમનું નસીબ ખૂલી ગયું છે. કમ્પ્યુટર ચાલુ હતા, એસીની ઠંડક હતી અને કેબિનમાં ઠાઠથી બેઠેલો ‘બેંક મેનેજર’ ફાઇલો તપાસી રહ્યો હતો. બેંક જાણે એક જ દિવસમાં ધબકતી થઈ ગઈ હતી. પણ આ આખી વ્યવસ્થા માત્ર એક જ શિકારને ફસાવવા માટે બિછાવવામાં આવેલી જાળ હતી.

દાહોદમાં માત્ર 9 કલાકમાં ઊભી કરી નકલી બેંક, રૂ. 28.60 લાખના 200 ગ્રામ  સોનાની ફિલ્મી સ્ટાઈલમાં ઠગાઈ - Dahod fake Bank | - News18 Gujarati

બેંક શરૂ થયાને હજુ માંડ ૨૪ કલાક થયા હતા. ત્યાંજ ઠગબાજોએ પોતાનો અસલી પ્લાન એક્ટિવ કર્યો. ૩ માંથી એક ઠગ ૧૫ જુલાઈના રોજ દાહોદના એક નામાંકિત મહાવીર જ્વેલર્સના વેપારીને ત્યાં પહોંચ્યો. તેણે પોતાના ચહેરા પર નમ્રતા સાથે વેપારીને કહ્યું કે- “અમારી બેંક રથયાત્રા નિમિત્તે મોટા પ્રમાણમાં સોનાનું દાન કરવાની છે. એટલે અમારે અર્જન્ટ ૨૦૦ ગ્રામ સોનાના બિસ્કિટ જોઈએ છે. તમે બેંક પર આવીને જ ડિલિવરી આપી જાવ, પેમેન્ટ રોકડું થઈ જશે. હવે ૨૮.૬૦ લાખ રૂપિયાનો ઓર્ડર સામે ચાલીને આવ્યો હોય તો કયો વેપારી જવા દે. વેપારીએ ક્રોસ ચેક ના કર્યું. અને જે ઠગ તેમની પાસે આવ્યો હતો તેની ઉપર વિશ્વાસ કરી લીધો.

Rich Gold Coin - Free GIF on Pixabay

૧૬ જુલાઈએ રથયાત્રાના દિવસે વેપારીએ ૨૦૦ ગ્રામ અસલી સોનાના બિસ્કિટ પેક કર્યા. અને ગોધરા રોડ પર રાતોરાત બનેલી નકલી બેન્કમાં પહોંચી ગયા. બેન્કના હાજર સ્ટાફે તેમનું સ્વાગત કર્યું. નકલી મેનેજરે તેમને પોતાની એસી ચેમ્બરમાં બેસાડ્યા. સોનાના બિસ્કિટ ટેબલ પર મૂકાયા. નકલી બેન્કના નકલી મેનેજરે સોનું હાથમાં લીધુ અને ઊભો થયો. ત્યારબાદ તેણે વેપારીને કહ્યું કે- તમે ચા પીવો ત્યાં સુધી હું પાછળના સ્ટ્રોંગરૂમમાથી રૂપિયા લઈને આવું છું. વેપારીએ હામી ભરતાં જ નકલી મેનેજર પાછળના રૂમમાં ગયો. વેપારીએ 10થી 15 મિનિટ રાહ જોઈ. છતાં મેનેજર રૂપિયા લઈને આવ્યો નહીં. આખરે અડધો કલાક જેટલો સમય પસાર થઈ ગયા બાદ વેપારીની ધીરજ ખૂટી. તેણે પાછળનો સ્ટ્રોગ રૂમનો દરવાજો ખોલ્યો. અને જોયું તો ચોંકી ઉઠ્યો. કારણ કે રૂમમાં સન્નાટો હતો. અને  પાછળ એક ગુપ્ત દરવાજો ખુલ્લો હતો. જે સીધો જ બિલ્ડિંગની પાછળની ગલીમાં ખુલતો હતો. નકલી મેનેજર અને તેના સાગરિતો પાછલા દરવાજેથી સોનું લઈને રફુચક્કર થઈ ચૂક્યા હતા. આ જોઈને વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ.

ઘટનાને લઈ વેપારીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતાં જ પોલીસે તપાસ તેજ કરી. તપાસમાં ખ્યાલ આવ્યો કે કમ્પ્યુટર, ફર્નિચર અને ભાડાના જે ચેક અપાયા હતા એ બધા જ નકલી હતા. નોકરી પર રાખેલો સ્ટાફ પણ આખા કૌભાંડથી અજાણ હતો. માત્ર બે જ દિવસમાં એક આખી બેંક ઊભી કરીને, ૨૮.૬૦ લાખનું સોનું લૂંટીને એ માસ્ટરમાઇન્ડ ટોળકી પલાયન થઈ ગઈ હતી.

આરોપીઓનો ઠગાઈનો આ પ્લાન સફળ તો રહ્યો. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા.દાહોદ LCB પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે રાજસ્થાન બોર્ડર પાસેથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા. સાથે જ ગુનામાં વપરાયેલી કાર અને સોનાના બિસ્કીટ સહિત કુલ ૩૮.૮૦ લાખનો ૧૦૦ % મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે. આ આરોપીઓ ક્યાંથી આવ્યા હતા? અને કેવી રીતે આખા પ્લાનને અંજામ આપ્યો તેની હકીકત સાંભળો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *