આજથી અમદાવાદમાં બે દિવસ રિક્ષાચાલકોની હડતાળ

સીએનજી ના ભાવ વધારા સામે વિરોધ

Adani CNG Price Hike; Rickshaw Association Demands Reversal

અમદાવાદમાં આજથી બે દિવસ માટે રિક્ષાચાલકોની હડતાળ શરૂ થઈ છે, જેના કારણે મુસાફરોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સીએનજી ના સતત વધી રહેલા ભાવ સામે પ્રગતિ રિક્ષા ચાલક એક્તા યુનિયને વિરોધ નોંધાવતા ભાડામાં વધારો કરવાની માંગ સાથે આ હડતાળ જાહેર કરી છે.

Adani CNG Price Hike; Rickshaw Association Demands Reversal

અમદાવાદમાં આજથી એટલે કે ૫ ઓગસ્ટથી રિક્ષાચાલકોની બે દિવસીય હડતાળ શરૂ થઈ છે. ૫ અને ૬ ઓગસ્ટ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં રિક્ષા સેવા પ્રભાવિત રહેવાની શક્યતા છે. પ્રગતિ રિક્ષા ચાલક એક્તા યુનિયન દ્વારા આ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. યુનિયનનું કહેવું છે કે સીએનજી ના સતત વધી રહેલા ભાવને કારણે રિક્ષા ચલાવવાનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે અને હાલના ભાડામાં રોજગાર ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે.

Adani CNG Price Hike; Rickshaw Association Demands Reversal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *