આઈસીસી એ વનડે વર્લ્ડ કપ ૨૦૨૭ ના ક્વૉલિફાયર શિડ્યૂલની કરી જાહેરાત

૧૦ ટીમો વચ્ચે થશે ટક્કર

ICC ODI World Cup 2027: South Africa, Zimbabwe, Namibia Venues List

આગામી વર્ષે રમાનારા ૨૦૨૭ વનડે વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર થઈ ગયુ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટૂર્નામેન્ટના ક્વૉલિફાયરની તારીખોની જાહેરાત કરી દીધી છે. ૧૦ ટીમો વચ્ચે વર્ષ ૨૦૨૭ ની ક્વૉલિફાયર ૨૨ ફેબ્રુઆરીથી ૨૩ માર્ચ વચ્ચે રમાશે. તારીખોની જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ હજુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, ક્વૉલિફાયર મેચ ક્યાં રમાશે, એટલે કે, વેન્યૂને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જોકે, આગામી વિશ્વકપ નવા ફોર્મેટમાં રમાશે, જેમાં ૧૪ ટીમો ભાગ લેશે. ક્વૉલિફાયરમાં વિજેતા બનનારી ટીમ ડાયરેક્ટ ૧૪ ટીમોના ગ્રુપમાં સ્થાન મેળવશે. ક્વૉલિફાયરમાં બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો વચ્ચે ‘સુપર સિરીઝ’ રમાશે, જે વિશ્વકપનો પહેલો રાઉન્ડ હશે. આ રાઉન્ડમાં વિજેતા બનનારી ટીમ ટોપ-૧૨ માં સ્થાન પાકું કરશે.

When Is The Next Cricket World Cup? - Indian Sports Buzz

આ વખતનો વિશ્વકપ ત્રણ દેશોની યજમાનીમાં રમાશે, જેમાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સામેલ છે. ટૂર્નામેન્ટની તમામ મેચો ૧૨ અલગ-અલગ સ્ટેડિયમમાં રમાશે. જેમાં સૌથી વધુ ૮ વેન્યૂ દક્ષિણ આફ્રિકાના હશે. બાકીના ૩ વેન્યૂ ઝિમ્બાબ્વે અને ૧ નામિબિયાનું હશે. વિશ્વકપ ૦૪ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર વચ્ચે રમાશે.

The Wanderers Stadium, Johannesburg, is most likely going to host the ICC  Cricket World Cup 2027 final. South Africa has already started upgrading  stadiums across the country.

ક્વૉલિફાયરમાં ૧૦ ટીમો સામેલ થશે, જેમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ઓડીઆઈ રેન્કિંગમાં સૌથી નીચેની બે ‘ફુલ મેમ્બર’ ટીમો (યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને છોડીને), સીડબ્લ્યુસી લીગ ૨ ની ટોપ ચાર ટીમો અને વર્લ્ડ કપ ક્વૉલિફાયર પ્લેઓફની ટોપ ચાર ટીમો ભાગ લેશે.

Explainer - What does the path to the 2027 ODI World Cup look like? |  Cricinfo

૨૦૨૩ ના વનડે વર્લ્ડ કપમાં પણ વેસ્ટ ઈન્ડિઝ ક્વૉલિફાયરમાંથી બહાર થઈ ગયું હતું. હવે ફરી એકવાર વેસ્ટ ઈન્ડિઝ પર ક્વૉલિફાયર રમવાનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. ટીમ હાલમાં વનડે રેન્કિંગમાં ૧૦ મા સ્થાને છે. ૩૦ સપ્ટેમ્બરની કટ ઓફ ડેટ પહેલા કેરેબિયન ટીમે માત્ર ૨ વનડે રમવાની છે, જે ભારત સામે હશે. આ સિવાય અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી વનડે સિરીઝ પણ વેસ્ટ ઈન્ડિઝ પર અસર કરશે. જો આયર્લેન્ડ ઓછામાં ઓછું ૪-૧ થી અથવા ૫-૦ થી જીતે અને વેસ્ટ ઈન્ડિઝ પણ ભારત સામેની બંને વનડે જીતી લે, તો તેમની ટોપ-૮ માં પહોંચવાની આશા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *