એનઆઈડી અમદાવાદનું અદ્ભુત સર્જન

રાષ્ટ્રપતિ ભવનના સ્વાતંત્ર્ય પર્વની આમંત્રણ કિટમાં ૪ રાજ્યની પરંપરાગત કળા ઝળકી

NID Ahmedabad Designs Independence Day Invitation Kit for Rashtrapati Bhavan  | Gujarat Samachar

દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસ (૧૫ મી ઓગસ્ટ)ની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા વિશેષ સમારોહ માટે ખાસ આમંત્રણ કિટ તૈયાર કરવામાં આવી છે. આ કિટમાં અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઈડી)એ પોતાની અનોખી સર્જનાત્મક અને કલાત્મક છાપ છોડી છે. દર વર્ષની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ એનઆઈડી અમદાવાદ દ્વારા ડિઝાઇન કરાયેલી આ કિટમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને વિવિધતાને ભવ્ય રીતે રજૂ કરવામાં આવી છે.

WhatsApp Image 2026-08-10 at 2.49.40 PM (2).jpeg

આ આમંત્રણ કિટ માત્ર એક નિમંત્રણ પત્ર નથી પરંતુ ભારતની વિવિધતા, કારીગરોની કુશળતા અને સ્થાનિક પરંપરાઓને બિરદાવતું એક સુંદર સર્જન છે. એનઆઈડી અમદાવાદના નિયામક ડૉ. અશોક મોન્ડલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ ખાસ પ્રોજેક્ટમાં ૨૨૦ થી વધુ લોકો જોડાયા હતા. જેમાં દેશના વિવિધ રાજ્યોના લગભગ 100 જેટલા પરંપરાગત કારીગરોએ એનઆઈડી ની ટીમ સાથે મળીને આ કિટ તૈયાર કરી છે.

WhatsApp Image 2026-08-10 at 2.49.41 PM (1).jpeg

આ વર્ષની ખાસ કિટમાં ચાર રાજ્યોની વૈવિધ્યસભર કળાને સ્થાન મળ્યું છે. જેમ કે, છત્તીસગઢના બસ્તર પ્રદેશની સુપ્રસિદ્ધ ‘ડોકરા’ અને લોહ શિલ્પ કળા. ગોવાના પ્રસિદ્ધ ‘અઝુલેજો’ ટાઇલ આર્ટ દ્વારા ખાઝાન લેન્ડ્સની સંસ્કૃતિ. મધ્ય પ્રદેશના લોકપ્રિય ‘ભીલ કળા’ દ્વારા બીજ સંરક્ષણની સનાતન પરંપરા અને મહારાષ્ટ્રના વિશ્વવિખ્યાત ‘વારલી કળા’ દ્વારા ખામ નદીના પુનઃસ્થાપન અને પર્યાવરણ જતનનો સંદેશ.

આ ઉપરાંત કિટમાં મધ્ય પ્રદેશના જાણીતા બાઘ ટેક્સટાઇલ, કાવિ આર્ટ તેમજ મહેશ્વરના હેન્ડવૂવન સેરેમોનિયલ સ્ટોલ જેવા પરંપરાગત હસ્તકલા ઉત્પાદનોને પણ સામેલ કરાયા છે.

WhatsApp Image 2026-08-10 at 2.49.42 PM (2).jpeg

એનઆઈડી અમદાવાદ દ્વારા નિર્મિત આ આકર્ષક આમંત્રણ કિટ રાષ્ટ્રપતિ ભવનના સ્વાતંત્ર્ય પર્વની ભવ્યતામાં વધારો કરવાની સાથે દેશના ખૂણે-ખૂણે પથરાયેલી લોકકળાઓ અને શ્રમયોગી કારીગરોને રાષ્ટ્રીય સ્તરે સમન્વયિત કરતી એક અનોખી શ્રદ્ધાંજલિ પૂરી પાડે છે.

India Flag Gif GIFs | Tenor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *