ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા રણાસણ ગામની સીમમાં લેબર કોલોનીના એક રૂમમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર સર્વેલન્સ

પોલીસ દરોડા દરમિયાન દાવ પરથી ૩૩,૫૦૦ રૂપિયા રોકડા તથા પકડાયેલા આરોપીઓની અંગજડતીમાંથી ૬,૩૫,૦૦૦ રૂપિયા મળી કુલ ૫,૬૯,૦૦૦ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી। આ ઉપરાંત પોલીસે ૫,૪૨,૦૦૦ રૂપિયાની કિંમતના ૧૧ નંગ મોબાઇલ ફોન, ૫૨ નંગ ગંજી પાના તેમજ ૯૨,૦૦,૦૦૦ રૂપિયાની કિંમતની 5 ફોર-વ્હીલર ગાડીઓ અને તેની ચાવીઓ જપ્ત કરી હતી. આમ પોલીસે સ્થળ પરથી કુલ ૧,૦૪,૧૧,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ૧૧ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં રણજીતસિંહ ઓમસિંહ સોલંકી, સતીષજી ખદુજી ઠાકોર, વિજયકુમાર રાવજીભાઈ પટેલ (ઉંમર ૫૯, રહે. પાંતિયા, ગાંધીનગર), વિશાલ નરેશભાઈ બ્રહ્મભટ્ટ (ઉંમર ૩૯, રહે. સૈજપુર બોઘા, અમદાવાદ), કિરણભાઈ કચરાભાઈ પ્રજાપતિ (ઉંમર ૪૩, રહે. વલાદ, ગાંધીનગર), રમેશભાઈ રેવાભાઈ ભરવાડ (ઉંમર ૪૦, રહે. નાના ચિલોડા, અમદાવાદ), રાજુભાઈ રાયભાઈ ભરવાડ (ઉંમર ૩૭, રહે. વસ્ત્રાલ રોડ, અમદાવાદ), રાકેશભાઈ દશરથભાઈ પટેલ (ઉંમર ૩૧, રહે. નરોડા, અમદાવાદ), રમેશભાઈ રણછોડભાઈ ભરવાડ (ઉંમર ૩૫, રહે. નાના ચિલોડા, અમદાવાદ), રાકેશભાઈ રણછોડભાઈ ભરવાડ (ઉંમર ૩૮, રહે. નાના ચિલોડા, અમદાવાદ) અને દિનેશભાઈ વિરમભાઈ દેસાઈ (ઉંમર ૪૫, રહે. જશોદાનગર, અમદાવાદ) નો સમાવેશ થાય છે. પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગાર ધારાની કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
