ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું

કોંગ્રેસમાંથી ભાજપ માં આવેલા નેતાને સરપ્રાઇઝ સ્થાન

ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું, કોંગ્રેસમાંથી BJPમાં આવેલા નેતાને સરપ્રાઇઝ સ્થાન

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં નીતિન નવીનની નવી ટીમની ઘોષણા સાથે જ ગુજરાતનું કદ અને પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે વધ્યું છે. વર્ષ ૨૦૨૦ પછી પ્રથમ વખત રાજ્યમાંથી ચાર મહત્ત્વના ચહેરાઓને કેન્દ્રીય સ્તરે જવાબદારી સોંપાઈ છે. આ અગાઉ ૨૦૨૦ માં ભાવનગરના તત્કાલીન એમપી ભારતીબહેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જેઓનો કાર્યકાળ ૨૦૨૩ સુધી રહ્યો હતો. ત્યારથી અત્યાર સુધી રાષ્ટ્રીય હોદ્દેદારોમાં કોઈ ગુજરાતી નેતા સામેલ ન હતા.

નવી ટીમમાં ગુજરાતના ચાર નેતાઓને સ્થાન મળ્યું છે. તેમાં કોંગ્રેસમાંથી આશરે અઢી વર્ષ પહેલાં ભાજપમાં આવેલા રોહન ગુપ્તાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

On December 14, 2025, Nitin Naveen was made the national working president of BJP

  • વર્ષા દોશી: લાંબા સમયનો સંગઠનાત્મક અનુભવ અને મહિલા નેતૃત્વ સાથે જોડાયેલો અનુભવ
  • ડૉ. હેમાંગ જોશી: ૨૦૧૩ થી ભાજપમાં સક્રિય, સંગઠન સાથે લાંબો નાતો, યુવા નેતૃત્વનો અનુભવ
  • જગદીશ પટેલ: પૂર્વ ધારાસભ્ય તરીકેનો સત્તાનો અનુભવ તેમજ સંગઠનનો અનુભવ
  • રોહન ગુપ્તા: ડિજિટલ મીડિયા અને રાષ્ટ્રીય સ્તરના રાજકીય કમ્યુનિકેશનમાં અનુભવ (પૂર્વ કોંગ્રેસી નેતા, એપ્રિલ ૨૦૨૪ માં કર્યા હતા કેસરિયા)

bjp-new.jpg

Meet Hemang Joshi: BJP's new youth wing chief, replacing Tejasvi Surya |  Indiablooms - First Portal on Digital News Management

ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગ જોશી

તેજસ્વી સૂર્યાના સ્થાને ૩૫ વર્ષીય ડૉ. હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનાવાયા છે. તેઓ હાલમાં વડોદરાના સાંસદ હોવાની સાથે ગુજરાત ભાજપ યુવા મોરચાના વડા પણ છે. મૂળ પોરબંદરના અને અભ્યાસ માટે વડોદરા આવેલા ડૉ. જોશી MS યુનિવર્સિટીની ABVP પાંખમાં સક્રિય રહ્યા હતા (૨૦૧૦-૧૧ માં મીડિયા ઇન્ચાર્જ અને જિલ્લા કારોબારી સભાસદ). ૨૦૧૫-૧૬ માં સોશિયલ વર્ક ફેકલ્ટીના GS રહી ચૂકેલા હેમાંગ જોશી ૨૦૧૩ થી ભાજપમાં જોડાયા હતા. ૨૦૨૨ માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તરીકે તેમની પ્રથમ વહીવટી ઇનિંગ શરૂ થઈ હતી.

Shri Varshaben N. Doshi – BJP | BJP Gujarat | Bharatiya janata Party

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ: વર્ષાબહેન દોશી

રાજ્ય ભાજપના અનુભવી મહિલા નેતા વર્ષાબહેન ૨૦૦૭ અને ૨૦૧૨ માં સુરેન્દ્રનગરની વઢવાણ સીટ પરથી વિજેતા બની ધારાસભ્ય રહ્યા હતા (જોકે ૨૦૧૭ માં તેમને ટિકિટ અપાઈ નહોતી). તેઓ પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. ૨૦૨૩ માં તેમને મહેસાણા અને હાલમાં આણંદ જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપાયેલી છે.

Jagdish Patel (@ijagdishpatel) • Facebook

જગદીશ ઈશ્વરભાઈ પટેલ 

૨૦૧૮ થી ૨૦૨૨ સુધી અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા જગદીશ પટેલને કેન્દ્રીય સ્તરે સંગઠનમાં લાવી ભાજપે મોટું સરપ્રાઇઝ આપ્યું છે. (તેમને ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નહોતી).

Former Congress spokesperson Rohan Gupta joins BJP - The Economic Times

રોહન ગુપ્તા 

ડિજિટલ અને પબ્લિક કમ્યુનિકેશનના નિષ્ણાત અને પૂર્વ કોંગ્રેસી નેતા રાજકુમાર ગુપ્તાના પુત્ર રોહન ગુપ્તાને ભાજપે રાષ્ટ્રીય મંત્રી બનાવ્યા છે. સિમ્બાયોસિસ પૂણેથી પીએસસી કરનાર રોહને કોંગ્રેસના આઇટી સેલના વડા, ૨૦૧૬ માં AICC મીડિયા કો-ઓર્ડિનેટર અને ૨૦૧૯ માં નેશનલ સોશિયલ મીડિયા હેડ તરીકે કામ કર્યું હતું. ૨૦૧૭ ની ગુજરાત ચૂંટણીના ડિજિટલ કેમ્પેઇનમાં તેમનું મોટું યોગદાન હતું. ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને અમદાવાદ ઈસ્ટથી ટિકિટ આપી હતી, પરંતુ ઉમેદવારી પાછી ખેંચી રાજીનામું આપ્યા બાદ તેઓ ૧૧ એપ્રિલ ૨૦૨૪ ના રોજ ભાજપમાં જોડાયા હતા. હવે તેમણે ભાજપે કેન્દ્રીય સંગઠનમાં રાષ્ટ્રીય મંત્રી/સચિવની જવાબદારી આપી છે.

Gujarat Leaders in Nitin Nabin BJP Team | Rohan Gupta & Hemang Joshi List

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *