અમદાવાદમાં ખાનગી સોસાયટીઓમાં વૃક્ષ ટ્રીમિંગ કરાવવું સાવ સસ્તું

અમદાવાદ શહેરમાં ખાનગી સોસાયટીઓમાં વૃક્ષોના ટ્રીમિંગ અને ત્યારબાદ ફેલાતી ગંદકીની સમસ્યાને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(એએમસી) દ્વારા એક મહત્ત્વપૂર્ણ અને રાહતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ સોસાયટીના રહીશો વૃક્ષોનું ટ્રીમિંગ કરાવીને તેનો લીલો કચરો અને ડાળખીઓ સીધી જાહેર રસ્તાઓ પર ફેંકી દેતા હોવાથી વિસ્તારમાં ગંદકીની સમસ્યાઓ સર્જાતી હતી. આ મામલે AMCએ ખાનગી સોસાયટીઓમાં વૃક્ષ ટ્રીમિંગના ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Pay Rs 25,000 fine or nurture 10 trees at Rs 2,500 per tree

અગાઉ કોર્પોરેશન દ્વારા ખાનગી સોસાયટીઓમાં વૃક્ષ ટ્રીમિંગ માટે પ્રતિ વૃક્ષ રૂપિયા ૭૦૦ નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકો સરકારી સેવા લેવાનું ટાળતા હતા. આ બાબતને ધ્યાને રાખીને એએમસી એ આ ચાર્જમાં મોટો કાપ મૂકીને હવે પ્રતિ વૃક્ષ માત્ર રૂપિયા ૧૦૦ કરી દેવામાં આવ્યો છે.

Tree Services Etobicoke | Certified Arborists in Etobicoke | Tree Doctors  Inc.

માત્ર ટ્રીમિંગ જ નહીં, પરંતુ ટ્રીમિંગ કર્યા બાદ નીકળતા લીલા કચરા અને ડાળખીઓના યોગ્ય નિકાલ માટે પણ તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે. જેમાં હવે એક ટ્રેક્ટર ભરીને કચરો ઉપાડવાનો ચાર્જ માત્ર રૂપિયા ૧૫૦ નક્કી કરવામાં આવ્યો છે.એએમસી ના આ અભિગમથી નાગરિકોને અત્યંત સસ્તા દરે ઘરઆંગણે સુવિધા મળશે અને સાથે-સાથે રસ્તાઓ પર કચરો ન ફેંકતા શહેરમાં સ્વચ્છતા પણ જળવાઈ રહેશે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *