બેલ્જિયમના વડાપ્રધાને યુરોપની મોટી ભૂલ સ્વીકારી

ભારતે સાચું કહ્યું હતું, અમે સમજવામાં મોડું કર્યું!

Belgium PM Bart De Wever On China Trade Dependency | India Warning

બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરે સ્વીકાર્યું છે કે વિદેશી દેશો પર વધુ પડતી આર્થિક અને વ્યૂહાત્મક નિર્ભરતા રાખવી યુરોપિયન દેશો માટે નુકસાનકારક સાબિત થઈ છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપને આ જોખમ વિશે ખૂબ પહેલાં જ ચેતવ્યું હતું, પરંતુ તે સમયે તેમની વાતને ગંભીરતાથી લેવામાં આવી નહોતી. હવે પોતાની ભૂલ સમજાતાં યુરોપ જાગૃત થયું છે અને ભારત જેવા સાચા તથા વિશ્વાસપાત્ર ભાગીદારો સાથે સંબંધો મજબૂત કરવા ઈચ્છે છે.

Belgian PM De Wever pitches lower, zero tariffs to boost India-EU trade -  The Economic Times

નવી દિલ્હી ખાતે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના એક કાર્યક્રમમાં બાર્ટ ડી વેવરે ચીનનું નામ લીધા વગર કહ્યું હતું કે, ‘યુરોપે લાંબા સમય સુધી સસ્તા વિદેશી સામાનને પોતાના બજારમાં બિનશરતી પ્રવેશવા દીધો, જેના કારણે સ્થાનિક કંપનીઓ નબળી પડી ગઈ. પણ હવે યુરોપ કોઈ પણ દેશના સામાન માટે ‘ડમ્પિંગ ઝોન’ નહીં બને. આ જોખમો અંગે ભારતે યુરોપને ખૂબ પહેલાં જ સચેત કરી દીધું હતું.’

BJP LIVE's video on X

આ ઉપરાંત અમેરિકાનું નામ લીધા વગર બાર્ટ ડી વેવરે કહ્યું કે, ‘યુરોપને એવા સાથીઓની જરૂર છે જે સન્માન સાથે સહયોગ કરે, નહીં કે અચાનક ટેરિફ વધારીને દબાણ સર્જે.’ ભારતને આ યાદીમાં સૌથી મહત્ત્વપૂર્ણ ગણાવતા તેમણે કહ્યું કે, ‘જો વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓ સાથેના સબંધોની વાત કરવામાં આવે અને તેમાં ભારતનું નામ ન હોય, તો તે એક મોટી ભૂલ ગણાશે. આ નિવેદન ભારત-ઈયુ વેપાર સમજૂતીના અમલીકરણ પહેલાં અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.’

बेल्जियम के PM ने जमकर लिए डोनाल्ड ट्रंप के मजे, भारत की धरती से बिना नाम  लिए बोल दी बड़ी बात; गूंजने लगीं तालियां - India TV Hindi

આજે યુરોપના બજારમાં ચીનનો મોટો દબદબો છે. ચીન લગભગ ૫૬૦ અબજ યુરોનો સામાન યુરોપમાં નિકાસ કરે છે, જ્યારે યુરોપ ચીનમાં માત્ર ૨૦૦ અબજ યુરોની નિકાસ કરી શકે છે. પરિણામે યુરોપને ૩૬૦ અબજ યુરોની વિશાળ વેપાર ખાધ વેઠવી પડી રહી છે. યુરોપે ચીન સાથેના વેપાર મુદ્દે ઓક્ટોબર સુધીની મુદત નક્કી કરી છે. જો ચીન તરફથી સસ્તા સામાનનું ડમ્પિંગ બંધ નહીં થાય, તો યુરોપિયન યુનિયન તેના પર કડક ટેરિફ લગાવી શકે છે.

Decide something on Monday, revoke it on Wednesday...": Belgian PM takes  veiled dig at Trump's tariff, trade policies

ચીન પરથી પોતાની નિર્ભરતા ઘટાડવા માટે યુરોપિયન યુનિયન હવે પોતાના પુરવઠા માટે ભારત તરફ નજર દોડાવી રહ્યું છે. આ વર્ષના પ્રારંભમાં ભારત અને ઈયુ વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (FTA) થઈ છે, જે વર્ષના અંત સુધીમાં અમલી બને તેવી શક્યતા છે. હાલમાં ભારત અને યુરોપ વચ્ચે ૧૩૬ અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થાય છે, જેમાં ભારતની નિકાસ ૭૫ અબજ ડોલર છે. ચીન સામેની આ કડક નીતિથી ટેક્સટાઇલ, મશીનરી અને કેમિકલ્સ ક્ષેત્રે ભારતીય નિકાસકારો માટે યુરોપના બજારમાં મોટો લાભ મેળવવાની નવી તકો ખુલી રહી છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Teachers' Day Special: AI 'Madam' Takes a Class - Will Classrooms Become  Obsolete by 2030?

શિક્ષક દિવસ 
એક સારા શિક્ષક માત્ર પાઠ નથી ભણાવતા, તેઓ આત્મવિશ્વાસ, સંસ્કાર અને જીવન જીવવાની સાચી દિશા આપે છે.
આપણા જીવનને પ્રકાશિત કરનાર તમામ ગુરુજનોને હૃદયપૂર્વક વંદન. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *