અમદાવાદમાં ધોધમાર વરસાદ

Heavy rain in Ahmedabad city, low-lying areas flooded, know where and how  much rain fell Ahmedabad Heavy rain news

અમદાવાદમાં ભારે વરસાદથી ખાડિયામાં મકાન ધરાશાયી, રોડ પર પાણી ભરાયા. ગુજરાતમાં ૧૫ સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી.

પહેલાં જ વરસાદમાં અમદાવાદ-ગાંધીનગર પાણી પાણી, વાહન ચાલકો અને રાહદારીઓને  હાલાકી

અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. એક સાથે ૪ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ ભારે વરસાદ રેડ એલર્ટ હેઠળ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.

 - Bhaskar English

 - Bhaskar English

 - Bhaskar English

અમદાવાદ શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાયા

ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્રમ રોડ, ઉસ્માનપુરા, એસજી હાઈવે, બોડકદેવ, વેજલપુર, પ્રહલાદનગર અને જોધપુરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. નરોડાના ઉમા સ્કૂલ રોડ અને કુબેરનગર ITI અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે.

MP Bihar UP Flood Alert | Mandakini River Swells; Monsoon Rain Updates

રાજ્યમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

Gujarat Heavy Rain: Tapi Records 12 Inches; Red Alert For 2 Districts

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, ૧૩ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ભયાનક આગાહી કરવામાં આવી છે:

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 7 દિવસ વરસાદ રહેવાની આગાહી - gujarat  weather report for 7 days heavy to very heavy rainfall forecast ahmedabad  weather | - News18 Gujarati

  • રેડ એલર્ટ: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
  • ઓરેન્જ એલર્ટ: અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી તથા વરસાદની ઘટ ધરાવતા દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ૧૪ સપ્ટેમ્બરે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Yellow alert issued in 6 Gujarat districts today; Heavy rain on first day  of Navratri, organisers worry over Garba celebrations

સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ભાવનગર અને કચ્છ સહિત ૧૫ જિલ્લાના તંત્રને એલર્ટ રહેવા આદેશ અપાયા છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *