કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

૨૦૨૯ પહેલાં ભાજપ શાસિત ૨૧ રાજ્યોમાં યુસીસી લાગુ કરવાનો પ્રયાસ

કેન્દ્ર સરકારની મોટી જાહેરાત: 2029 પહેલાં ભાજપ શાસિત 21 રાજ્યોમાં UCC લાગુ કરવાનો પ્રયાસ

દેશમાં કાયદાકીય એકરૂપતા લાવવાના ઉદ્દેશ સાથે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ શાસિત ૨૧ રાજ્યોમાં વર્ષ ૨૦૨૯ પહેલાં સમાન નાગરિક સંહિતા (યુસીસી ) લાગુ કરવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈ ખાતે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

BJP-led NDA governments in 21 States to introduce UCC before 2029, says Amit  Shah - The Hindu

હાલમાં દેશના કેટલાક રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં મહત્વના પગલાં ભરીને કાયદાકીય અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સફળતાને આગળ ધપાવતાં હવે ભાજપ અને તેના સહયોગી પક્ષોની સરકાર ધરાવતા તમામ ૨૧ રાજ્યોમાં આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલાં તબક્કાવાર રીતે યુસીસી લાગુ કરવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.

UNIFORM CIVIL CODE: PROGRESSIVE OR REGRESSIVE LAW - Candour Legal - Best  Lawyers in Ahmedabad | Law firm in Ahmedabad

સમાન નાગરિક સંહિતાનો મુખ્ય હેતુ ધર્મ કે જાતિના ભેદભાવ વગર તમામ નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ મિલકત અને ભરણપોષણ જેવા અંગત કાયદાઓમાં સમાન નિયમો સ્થાપિત કરવાનો છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે બંધારણીય મૂલ્યો અને સમાન અધિકારોનું રક્ષણ કરવા માટે દેશભરમાં આવા સુધારા અત્યંત અનિવાર્ય છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *