કોમેડિયન કપિલ શર્મા ફરી એકવાર પોતાની રમુજી શૈલીથી દર્શકોને હસાવવા પરત ફરી રહ્યો છે. તેના લોકપ્રિય શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની પાંચમી સિઝનની રિલીઝ ડેટની પુષ્ટિ થઈ ગઈ છે

કોમેડિયન કપિલ શર્મા ફરી એકવાર પોતાની રમુજી શૈલીથી દર્શકોને હસાવવા પરત ફરી રહ્યો છે. તેના લોકપ્રિય શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની પાંચમી સિઝનની રિલીઝ ડેટની પુષ્ટિ થઈ ગઈ છે. નેટફ્લિક્સે જાહેરાત કરી છે કે શો ની નવી સિઝન 26 સપ્ટેમ્બરથી સ્ટ્રીમ થશે.

શો ક્યારે અને ક્યાં જોઇ શકાશે?
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો પાંચમી સિઝન ૨૬ સપ્ટેમ્બરથી નેટફ્લિક્સ પર શરૂ થશે. શો નો નવો એપિસોડ દર શનિવારે રાત્રે ૦૮:૦૦ વાગ્યે સ્ટ્રીમ કરવામાં આવશે. આ શોમાં સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કિકુ શારદા, અર્ચના પૂરણ સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ પણ જોવા મળશે.

આ વખતે પણ આ શો માં સેલિબ્રિટીની વાતચીત, કોમેડી સ્કિટ્સ, મજેદાર કિસ્સા અને કલાકારોની નોંકઝોંક પણ જોવા મળશે. મેકર્સે નવી સિઝનમાં વિવિધ ક્ષેત્રોના ઘણા વિશેષ મહેમાનોનો સમાવેશ કર્યો છે.

કપિલ શર્માએ શું કહ્યું?
શો ની વાપસી અંગે કપિલ શર્માએ કહ્યું કે દરેક સિઝનમાં તેમને લાગે છે કે ખૂબ મસ્તી કરી લીધી છે, પરંતુ પછી લાગે છે કે હજી વધુ મસ્તી કરવાની બાકી છે. દુનિયાભરના દર્શકો તરફથી મળેલા પ્રેમ બદલ આભાર વ્યક્ત કરતાં કપિલે કહ્યું હતું કે, આ વખતે આ શો માં દિવાળી અને ક્રિસમસ જેવા તહેવારોની ઉજવણી પણ જોવા મળશે. કપિલે મજાકના અંદાજમાં કહ્યું કે દર્શકોએ માત્ર અર્ચના પૂરણ સિંહથી પરબિડીયાઓ દૂર રાખવા જોઈએ, બાકી શો ‘હસીનો તહેવાર’ લઈને પાછો આવી રહ્યો છે.

ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ લગભગ છ મહિનાના વિરામ પછી નવી સિઝન સાથે પરત ફરી રહ્યો છે. નેટફ્લિક્સની સિરિઝ હેડ તાન્યા બામીએ આ શોને ફેમિલી એન્ટરટેઇનર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે પાંચમી સિઝનમાં પણ અલગ-અલગ પ્રકારની કોમેડી અને નવા સરપ્રાઈઝ જોવા મળશે. નવી સિઝન એવા સમયે આવી રહી છે જ્યારે દેશમાં તહેવારોની મોસમ શરૂ થવાની છે. આવી સ્થિતિમાં મેકર્સે તેને ‘હસીનો તહેવાર’ બનાવવાની તૈયારી કરી છે.


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
