નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. શ્રદ્ધાળુ લગભગ ૧૫ કિમી જેટલું ચાલીને મંદિર સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં પગપાળા ચાલવામાં મુશ્કેલી ન પડે તેની માટે એડવાન્સ તૈયારીઓ કરવી જોઇએ.
/indian-express-gujarati/media/media_files/2026/09/28/navratri-vaishno-devi-temple-darshan-2026-09-28-16-40-02.jpg)
નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જાય છે. આ વર્ષે, શારદીય નવરાત્રી ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ થી શરૂ થશે અને ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ચાલશે.

જો તમે નવરાત્રિ દરમિયાન વૈષ્ણો દેવી જવાનું વિચારી રહ્યા છો, તો છેલ્લી ઘડીની મુશ્કેલી બચવા માટે અગાઉથી થોડી તૈયારીઓ કરવી વધુ સારી રહે છે. ખાસ કરીને રહેવા, મુસાફરી, કપડાં અને પદયાત્રા સંબંધિત આવશ્યક વસ્તુઓનું ધ્યાન રાખો.

એડવાન્સમાં ટ્રેન અને હોટલ રૂમ બુકિંગ કરો
નવરાત્રી દરમિયાન શ્રદ્ધાર્થીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. તેથી, કટરા પહોંચવા માટે ટ્રેન અથવા અન્ય ટ્રાન્સપોર્ટ વાહનોનું બુકિંગ કરાવવાની અને અગાઉથી રહેવાની વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવે છે.
ટ્રાવેલ રજિસ્ટ્રેશન કરાવો
યાત્રા શરૂ કરતા પહેલા, સત્તાવાર વેબસાઇટ પરથી વૈષ્ણોદેવી યાત્રા સંબંધિત વર્તમાન નોંધણી અને પ્રવેશ નિયમો વિશેની માહિતી તપાસો. ફોનમાં મહત્વના દસ્તાવેજો અને બુકિંગની માહિતી સાચવી રાખો.

ઋતુ પ્રમાણે કપડાં રાખો
જ્યારે તમે કટરા અને વૈષ્ણોદેવી માતાના ભવન તરફ આગળ વધો છો ત્યારે હવામાનમાં ગમે ત્યારે ફેરફાર થઇ શકે છે. તેથી બેગમાં હળવા ગરમ કપડા અથવા જેકેટ રાખવાનું ભૂલશો નહીં. તે તમને ઠંડીથી બચાવશે. બેગમા બિનજરૂરી ચીજ વસ્તુઓ રાખવી નહીં.

આરામદાયક પગરખાં પહેરો
માતા વૈષ્ણોદેવીના ભવન સુધીનો રસ્તો લગભગ ૧૪ થી ૧૫ કિમી છે, જેમાં પગપાળ ચાલીને મંદિર સુધી પહોંચવાનું હોય છે. ચાલતી વખતે કોઇ પ્રકારની અગવડ ન થાય તેવા પગરખાં પસંદ કરવા જોઇએ. તેથી સારી પકડવાળા અને અગાઉથી પહેરેલા આરામદાયક પગરખાં પહેરો. સફરના દિવસે નવા પગરખાં પહેરવાનું ટાળવું વધુ સારું રહે છે.

નાની ફ્લેશલાઇટ અને આવશ્યક ચીજો
જો યાત્રા રાતના સમયે કરવાની હોય, તો તમારી બેગમા એક નાની ફ્લેશલાઇટ અથવા બેકઅપ લાઇટ રાખો. આ સાથે મોબાઇલ, પાવર બેંક, પાણીની બોટલ અને હળવો નાસ્તો પણ જરૂરિયાત મુજબ રાખી શકાય છે.

આવશ્યક દવા
જો તમે દરરોજ કોઈ દવા લો છો, તો યાત્રા દરમિયાન જરૂરિયાત પૂરતી દવા સાથે રાખો. જો તમે વૃદ્ધ અથવા ખાસ જરૂરિયાત ધરાવતા યાત્રી સાથે મુસાફરી કરી રહ્યા છો, તો પછી તેમનો જરૂરી સામાન અગાઉથી તૈયાર રાખો.

ટ્રાવેલ બેંગમાં મર્યાદિત સામાન રાખો
પગપાળા ચાલતી વખતે વજનદાર બેગ મુશ્કેલી વધારે છે. તેથી તમારી પાસે ફક્ત જરૂરી વસ્તુઓ જ રાખો. કપડાં, દવાઓ, જરૂરી દસ્તાવેજો, મોબાઈલ ચાર્જર અને જરૂરી વસ્તુઓ અગાઉથી હવામાન અનુસાર અલગ રાખો.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
