દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ ફઝ૧૦૭૩ માં ૧૭૪ લોકોના જીવ જોખમમાં મુકાયા હતા

સહ-પાયલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડી અને છરી વડે હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પણ કેપ્ટન સ્મિતે હુમલાખોર સામે લડીને કોકપિટનો દરવાજો ખોલ્યો. ૪ ઈઝરાયલી મુસાફરોએ હુમલાખોરને કાબૂમાં લીધો અને ૨ ઓફ-ડ્યુટી પાયલટોએ વિમાનનું સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. આ ૫ હીરોની બહાદુરીથી મોટી દુર્ઘટના ટળી.

UAE investigation to determine if flydubai incident was linked to  'terrorist activity' | The National

દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ૨૭ બાળકો અને ૬ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૧૭૪ લોકો સવાર હતા. વિમાન ૩૩ હજાર ફીટની ઊંચાઈ પર હતું ત્યારે ઓમાની મૂળના સહ-પાયલટ(કો-પાયલટ)એ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર ‘ક્રેશ કુહાડી’ અને ‘છરી’ વડે જીવલેણ હુમલો કર્યો. પાયલટ સ્મિત મચ્છરના માથા અને હાથ પર ગંભીર ઘા વાગ્યા હોવા છતાં તેમણે અદ્ભુત હિંમત દાખવીને હુમલાખોરને લડત આપી અને કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો, જેથી ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો અંદર આવી શકે.

Flydubai FZ1073 Dubai–Tel Aviv Flight Diverted to Saudi Arabia After Mid Air  Cockpit Fight, Stabbing Reports | Human Online

કેપ્ટન સ્મિતની સમયસૂચકતા અને બહાદુરીની પ્રશંસા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ કરી છે. હાલમાં સ્મિત મચ્છર સાઉદી અરેબિયાના તબુકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

SPOINDIA – Socio Political Observer of India

કેપ્ટને દરવાજો ખોલતા જ વિમાનના ૪ ઈઝરાયલી મુસાફરો કોકપિટ તરફ દોડ્યા. આ લોકોએ ભેગા મળીને હુમલાખોર સહ-પાયલટને રોક્યો. આ સમય દરમિયાન ફરજ પર ન હોય તેવા (ઓફ-ડ્યુટી) અન્ય બે પાયલટોએ વિમાનનું કંટ્રોલ પોતાના હાથમાં લીધું અને સાઉદી અરેબિયાના એક નાના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. આ ૪ મુસાફરોએ કઈ રીતે હુમલાખોરનો સામનો કર્યો તેની વિગત નીચે મુજબ છે.

Flydubai Mid-Air Cockpit Attack: Authorities probe…

વ્યવસાયે પ્લમ્બર એવા યાનિવ હાયુન જ્યારે કોકપિટમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે હુમલાખોર સહ-પાયલટ બે સીટોની વચ્ચે બેસીને વિમાનની કંટ્રોલ સિસ્ટમને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યાનિવે જરાય ડર્યા વિના હુમલાખોરનું ગળું દબાવ્યું અને તેને પકડીને સિસ્ટમથી દૂર ખેંચી લીધો. ટીવી પર આવતી ‘મેડે’ જેવી સિરિયલો જોઈને મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરીને યાનિવે વિમાનના કંટ્રોલને પાછળ ખેંચીને નીચે તરફ ઝૂકી ગયેલા વિમાનને સીધું કર્યું.

Cockpit Altercation and Sharp Descent: New Details Emerge in Flydubai  Flight Incident - Yemen Online |

વીમા એજન્સીના માલિક અને વેપારી અસફ રાજુઆન થાઈલેન્ડમાં વેકેશન માણીને પરત ફરી રહ્યા હતા. વિમાન ધરતી તરફ ધસમસવા લાગ્યું ત્યારે તેમને મુસાફરોની ચીસો સંભળાવા લાગી. અસફ દોડીને કોકપિટમાં ઘૂસ્યા અને ક્રૂ મેમ્બર્સની મદદથી હુમલાખોરને કાબૂમાં લીધો. વિમાનનું લેન્ડિંગ થયું ત્યાં સુધી સળંગ ૫૦ મિનિટ સુધી તેમણે હુમલાખોરને ફર્શ પર દબાવી રાખ્યો હતો.

A 17,000-Ft Drop, Cockpit Attack and Hijack Alert: All That Went Wrong  Aboard flydubai Flight - YouTube

બેંક લ્યુમીના અંડરરાઈટિંગ કંપનીના સીઈઓ ઝ્વિકા મેનેસ પણ આ બચાવ કામગીરીમાં જોડાયા હતા. હુમલાખોર શારીરિક રીતે ખૂબ મજબૂત હતો અને પ્લેન ક્રેશ કરવા માટે એની પૂરી તાકાત લગાવી રહ્યો હતો. ઝ્વિકાએ શારીરિક બળ વાપરીને તેને રોક્યો અને ફ્લાઇટમાં આપવામાં આવેલા મલ્ટીમીડિયા હેડફોનના વાયરનો ઉપયોગ કરીને હુમલાખોરને મજબૂતીથી બાંધી દીધો.

Minute by minute: how suspected Flydubai cockpit attack unfolded en route  to Tel Aviv

ફ્લાઇટમાં હાજર એકમાત્ર ડૉક્ટર હતા ડેન્ટિસ્ટ (દંત ચિકિત્સક) શોતા મુસાએવ. હુમલાખોરને કાબૂમાં લેવાયો પછી તેમણે પોતાનું પૂરું ધ્યાન ગંભીર રીતે ઘાયલ કેપ્ટન સ્મિત મચ્છર પર કેન્દ્રિત કર્યું. કેપ્ટનના માથા અને હાથ પર કુહાડીના એટલા ઊંડા ઘા હતા કે જાણે અંગ બે ભાગમાં કપાઈ ગયું હોય! તેમના શરીરમાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. ડૉક્ટર શોતાએ સમયસર તેમનો રક્તસ્ત્રાવ અટકાવ્યો અને લેન્ડિંગ સુધી તેમની સ્થિતિ સ્થિર રાખી. આશ્ચર્યની વાત એ હતી કે આટલા ગંભીર ઘા હોવા છતાં અને ફ્લોર પર લોહીના ખાબોચિયામાં પડેલા હોવા છતાં પાયલટ ભાનમાં હતા અને વાતચીત કરી રહ્યા હતા.

SPOINDIA – Socio Political Observer of India

આ ઘટના સાબિત કરે છે કે જ્યારે હિંમત, એકતા અને સમયસૂચકતા એકસાથે મળે છે, ત્યારે નિશ્ચિત દેખાતા મોતને પણ હરાવી શકાય છે. ભારતીય પાયલટ સ્મિત મચ્છરની પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને ૪ મુસાફરોની બહાદુરીએ ૧૭૪ લોકોની જિંદગી બચાવી. આ પાંચેય નાયકોના શૌર્યને ઇતિહાસ અને મુસાફરો ક્યારેય નહીં ભૂલી શકે.

UAE's civil aviation authority investigates 'security incident' on flydubai  flight | The National

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *