અમદાવાદના વિવાદિત મકરબા ઓવરબ્રિજ પરથી કૂદીને એક વ્યક્તિએ આપઘાત કર્યો

અમદાવાદ શહેરના નવનિર્મિત મકરબા રેલવે ઓવરબ્રિજ પરથી ગુરુવારે(૦૧ ઓક્ટોબર) બપોરે એક વ્યક્તિએ છલાંગ લગાવી આત્મહત્યા કરી છે. ઘટના અંગે જાણ થતાં જ સરખેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સરખેજ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ, ગુરુવારે બપોરે આશરે ૦૩:૦૦ વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈ સહિતનો પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસનો દોર સંભાળ્યો હતો.

Ahmedabad: Makarba bridge spreads jams to Corporate Road | Ahmedabad News -  The Times of India

પ્રાથમિક તપાસ મુજબ, મૃતક મકરબા વિસ્તારનો જ સ્થાનિક રહીશ હતો અને બ્રિજ નજીક આવેલી સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. હાલમાં પોલીસે મૃતકની વિધિવત ઓળખ કરવા સહિતની દિશામાં તપાસ આરંભી છે.

Ahmedabad: Makarba Bridge Traffic Jam; MLA Amit Thakar Seeks Police Help

લાંબા સમયની રાહ જોયા બાદ તાજેતરમાં જ એટલે કે ૨૪ સપ્ટેમ્બરે અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પર એચ.સી.-૨૪ ક્રોસિંગ નજીક રૂ. ૯૮.૬૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા મકરબા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મકરબા અને વેજલપુરને કોર્પોરેટ રોડ તથા એસ.જી. હાઈવે સાથે જોડતા આ બ્રિજના ઉદ્ઘાટનના એક જ અઠવાડિયામાં આ કરૂણ બનાવ બન્યો છે. જો કે, શરૂઆતથી જ કોર્પોરેટ રોડ તરફના છેડે સર્જાતા ભારે ટ્રાફિક જામના કારણે આ ઓવરબ્રિજ સતત વિવાદમાં રહ્યો છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *