માંડ માંડ બચ્યા ગોપાલ ઈટાલિયા

જામનગરના ટાઉનહોલમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું હતું. જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ગોપાલ ઈટાલિયાની આ સભામાં હંગામો થયો હતો. જ્યારે ગોપાલ ઈટાલિયાના વક્તવ્ય સમયે કોઈ વ્યક્તિ દ્વારા તેમના(ગોપાલ ઈટાલિયા) પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. અચાનક કોઈ વ્યક્તિએ આગળ આવીને ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંક્યું હતું. જૂતું ફેંકવાની ઘટના બનતા જ ભારે દોડધામ મચી હતી. સ્ટેજ ઉપર બેઠેલા અન્ય અગ્રણીઓ તથા કેટલાક ‘આપ’ના કાર્યકરોએ હુમલાખોરની ધોલાઈ કરી હતી. ત્યારબાદ જૂતું ફેંકનારની પોલીસે અટકાયત કરી હતી.

VIDEO: માંડ માંડ બચ્યા ગોપાલ ઈટાલિયા, જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જૂતું 1 - image

ગોપાલ ઇટાલિયાના કાર્યક્રમમાં બનેલી ઘટના બાદ તાબડતોબ હુમલાખોર પર એક મહિલા અને એક યુવાન તૂટી પડ્યા હતા. આ ઘટનાએ સમગ્ર કાર્યક્રમમાં ખળભળાટ મચાવી દીધો હતો. હુમલાખોર પર આક્રમક રીતે પડકાર કરનાર સફેદ કપડાંમાં જોવા મળેલાં મહિલા કોંગ્રેસના કોર્પોરેટર અને વકીલ જેનબબેન ખફી છે. મહિલા સાથે અન્ય એક યુવાન જે હુમલાખોર સામે લડી રહ્યો હતો, તે અપક્ષ કોર્પોરેટર અસલમ ખિલજી છે, જે અગાઉ કોંગ્રેસમાં હતા.

VIDEO: માંડ માંડ બચ્યા ગોપાલ ઈટાલિયા, જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જૂતું 2 - image

સમગ્ર કાર્યક્રમ જેનબબેન ખફી અને અસલમ ખિલજીના આમ આદમી પાર્ટી (AAP)માં જોડાવાના મુદ્દે જ આયોજિત કરવામાં આવ્યો હતો, અને આ જોડાણ પ્રક્રિયા દરમિયાન જ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બની હતી.

VIDEO: માંડ માંડ બચ્યા ગોપાલ ઈટાલિયા, જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જૂતું 3 - image

આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસના બે નેતાઓ (જેમાં એક અપક્ષ પણ છે) AAPમાં જોડાવાના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં જ આ પ્રકારનો હુમલો થતાં, રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *