લઘુમતીઓ મુદ્દે આક્ષેપ કરનારા પાકિસ્તાનને ભારતે આપ્યો જવાબ

ભારતે ૨૯ ડિસેમ્બર પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા ભારતમાં લઘુમતીઓ પર થતા કથિત હુમલાઓ અંગેના નિવેદનોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ભારતે આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવતા પાકિસ્તાનને પોતાના દેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો તરફ ધ્યાન આપવા જણાવ્યું છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, જે દેશનો પોતાનો રેકોર્ડ લઘુમતીઓના અધિકારો બાબતે અત્યંત ખરાબ છે, તેણે બીજા પર આંગળી ચીંધવી જોઈએ નહીં.

'No Amount Of Finger Pointing...': India Slams Pakistan Over Comments On  Minorities In India

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પાકિસ્તાની પ્રવક્તા તાહિર અંદ્રાબીના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘અમે તે દેશની ટિપ્પણીઓને ફગાવીએ છીએ જેનો આ મામલે રેકોર્ડ પહેલેથી જ ખરાબ છે. પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે જે વર્તન કરવામાં આવે છે તે આખા વિશ્વને ખબર છે. પાકિસ્તાનમાં વિવિધ ધર્મોના લઘુમતીઓનું વ્યવસ્થિત અને ભયાનક રીતે શોષણ કરવામાં આવે છે તે એક જાણીતું સત્ય છે. પાકિસ્તાને બીજા પર ખોટા આરોપ લગાવવાને બદલે તેમણે પોતાના દેશની ગંભીર સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ.’

પહેલા તમારા દેશની સ્થિતિ જુઓ' લઘુમતીઓ મુદ્દે આક્ષેપ કરનારા પાકિસ્તાનને  ભારતે આપ્યો જવાબ | India Reject Pakistan Claimed Over Minorities MEA  Saysbysmal Record Speaks For Itself ...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે, ‘ભારતમાં ક્રિસમસ પહેલા તોડફોડ અને હિંસાની ઘટનાઓ બની છે. ભારતમાં લઘુમતીઓ, ખાસ કરીને ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયના લોકો ભય અને અસુરક્ષાના વાતાવરણમાં જીવી રહ્યા છે.’ પાકિસ્તાને એવો પણ આરોપ લગાવ્યો કે ભારતમાં લઘુમતીઓનું ઉત્પીડન એ ઊંડી ચિંતાનો વિષય છે અને ત્યાં ધાર્મિક તહેવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

Abysmal record': India rejects Pakistan's comment on persecution of  minorities

પાકિસ્તાન એવો દેશ છે જ્યાં લઘુમતીઓ પાસે નહિવત્ અધિકારો છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય માનવાધિકાર અહેવાલો મુજબ, પાકિસ્તાનમાં દર વર્ષે લગભગ ૧૦૦૦ હિન્દુ અને ખ્રિસ્તી છોકરીઓનું અપહરણ કરી તેમનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરી દેવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ ના આંકડા મુજબ ૧૨૪ હિન્દુ છોકરીઓનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાયું હતું. એટલું જ નહીં, ૨૦૧૯ થી ૨૦૨૫ દરમિયાન હિન્દુઓ સામે હિંસા અને હત્યાના ૩૩૪ થી વધુ ગંભીર કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *