ચીન મોઢું જોતું રહી જશે

દક્ષિણ અમેરિકાના એક નાનકડા દેશ ચિલી સાથે ભારત ટૂંક સમયમાં એક મોટી ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યું છે. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે તેમ છે, કારણ કે આ કરારથી ભારતને અત્યંત કિંમતી એવા લિથિયમ અને અન્ય ખનિજોનો ભંડાર સસ્તા દરે મળી રહેશે.

અમેરિકા-યુરોપ કરતાં પણ મોટી ડીલની તૈયારી! ભારતને મળશે ખજાનો, ચીન મોઢું જોતું રહી જશે 1 - image

વૈશ્વિક રાજકારણમાં અત્યારે રેર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનિજો) એક વ્યૂહાત્મક હથિયાર બની ગયા છે. ચિલી પાસે દુનિયાનો સૌથી મોટો લિથિયમનો ભંડાર છે, જેનો ઉપયોગ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV), મોબાઈલ ફોન અને લેપટોપની બેટરી બનાવવામાં થાય છે. આ કરાર બાદ ભારતને લિથિયમ, તાંબુ, કોબાલ્ટ અને મોલિબ્ડેનમ જેવા ખનિજો ઓછી કિંમતે મળશે, જેનાથી ભારતનું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર મજબૂત થશે અને ચીન જેવા દેશો પરની નિર્ભરતા ઓછી થશે.

Continent - Wikipedia

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, ભારત અને ચિલી વચ્ચેની વાતચીત હવે અંતિમ તબક્કામાં છે. આ કરાર માત્ર વસ્તુઓના વેપાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં ડિજિટલ સેવાઓ, રોકાણ અને લઘુ-મધ્યમ ઉદ્યોગો (MSMEs) વચ્ચેના સહયોગને પણ આવરી લેવામાં આવશે. ભારત હવે ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ચિલી સાથેનો આ કરાર ભવિષ્યની આર્થિક અને ટેકનિકલ જરૂરિયાતો પૂરી કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે.

Piyush Goyal was again asked about Trump's no-Russian-oil condition, he  cited 'India's own interest' in buying from US| India News

હાલમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર મર્યાદિત છે, પરંતુ તેમાં સતત વધારો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ચિલીથી ભારતની આયાત ૭૨ % વધીને ૨.૬૦ અબજ ડોલર થઈ છે, જ્યારે ભારતની નિકાસ ૧.૧૫ અબજ ડોલર રહી છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ થયા બાદ આ આંકડાઓમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે, જે ભારતની ઈકોનોમીને નવી ઊંચાઈ પર લઈ જશે.

Indian exporters will face relatively fewer troubles, say economists, as US  tariffs kick in, ETCFO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *